Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કલાકાર આર્ટ્સ ગ્રુપનું પ્રદર્શન:ચંદનબાગ ખાતે બે દિવસીય આયોજન, કલાપ્રેમીઓ ઉમટ્યા

    8 hours ago

    ગોધરા શહેરના ચંદનબાગ ખાતે કલાકાર આર્ટ્સ ગ્રુપ દ્વારા બે દિવસીય કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં ગોધરાના સ્થાનિક કલાકારોની અદભુત સર્જનાત્મકતાને નિહાળવા માટે સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અજય દહિયા અને DYSP બિન્દ્રાબા જાડેજાએ વિશેષ હાજરી આપી હતી. તેમણે પ્રદર્શનમાં મૂકાયેલી કલાકૃતિઓને ઝીણવટપૂર્વક નિહાળીને કલાકારોની સરાહના કરી હતી. કલેક્ટર અને DYSPએ ગોધરાની સ્થાનિક કલાને વૈશ્વિક મંચ મળે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. આ પ્રદર્શનમાં 10 વર્ષના બાળ કલાકારથી લઈ 65 વર્ષના વડીલ કલાકારોએ ભાગ લીધો હતો. ગોધરાના 25જેટલા ઉભરતા કલાકારો અને 30થી વધુ અનુભવી તેમજ ખ્યાતનામ આર્ટિસ્ટોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. સાગર સોની, ધનરાજભાઈ, દર્શનભાઈ, ડૉ. ઈશા ચોકસી, 'મહાવીર સેલ્સ એન્ડ ઇવેન્ટ્સ' અને નીરવભાઈ પરમાર સહિતના આયોજકો દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય કલાના માધ્યમથી ગોધરાના નાગરિકો અને કલાપ્રેમીઓને એક તાંતણે બાંધવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    સાયબર ફ્રોડનો ગેંગનો પર્દાફાશ:​જેલના સળિયા પાછળ ધકેલાયેલા મુખ્ય સૂત્રધાર કેવીન દેકીવાડીયાની પૂછપરછમાં જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે 3 મહિલા સહિત 18 શખ્સો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધ્યો,
    Next Article
    બ્રિજ પાસે પડાવ નાખી ચોરી કરતી ગેંગ ઝડપાઈ:મહારાષ્ટ્રથી આવી ખુલ્લા ઘરોમાં ચોરી કરતી મહિલા ટોળકીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી, 3 ગુનાનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment