Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિફ્ટમાં ફસાયેલા 3 બાળકોનું 18 મિનિટમાં રેસ્ક્યૂ:સ્પેશિયલ ટૂલ્સથી દરવાજો ખોલી ફાયર વિભાગે ત્રણેયને સુરક્ષિત બહાર કાઢ્યા, ગોપીપુરા વિસ્તારની ઘટના

    23 hours ago

    સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં 17 જુલાઈએ સાંજે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ હતી. એક બહુમાળી એપાર્ટમેન્ટની લિફ્ટ અચાનક લોક થઈ જતાં તેમાં ત્રણ માસૂમ બાળકો ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશો અને બાળકોના પરિવારજનોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના જવાનોએ ત્રણેય બાળકોને એક પણ ઈજા વગર હેમખેમ બહાર કાઢી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક લિફ્ટ બંધ થતા 3 બાળકો અંદર ફસાયા મળતી માહિતી અનુસાર, આ ઘટના શહેરના ગોપીપુરા વિસ્તારમાં સુભાષ ચોક નજીકના 'મણીભદ્ર એપાર્ટમેન્ટ' (G+5)માં બની હતી. સાંજે આશરે 06:14 વાગ્યે એપાર્ટમેન્ટના બીજા માળે કોઈ ટેક્નિકલ કારણોસર લિફ્ટનો દરવાજો અચાનક જામ થઈને લોક થઈ ગયો હતો. લિફ્ટ જ્યારે બંધ પડી ત્યારે તેની અંદર ત્રણ નાના બાળકો સવાર હતા. લિફ્ટ બંધ થઈ જતાં અને અંદર અંધારું થઈ જતા બાળકો ગભરાઈ ગયા હતા અને તેમણે રડવા સાથે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. બાળકોનો અવાજ સાંભળીને આસપાસના રહીશો તરત જ દોડી આવ્યા હતા અને લિફ્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો અંદરથી મજબૂત રીતે લોક થઈ ગયો હોવાથી સફળતા મળી ન હતી. ફસાયેલા બાળકોમાં 1 વર્ષના માસૂમનો પણ સમાવેશ લિફ્ટની બંધ અને ગૂંગળામણભરી જગ્યામાં ફસાયેલા ત્રણેય બાળકો ખૂબ જ નાની ઉંમરના હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી. લિફ્ટની અંદર ફસાયેલા ત્રણેય બાળકોની ઓળખ દિયાંશ (ઉંમર 4 વર્ષ), જીવાંશ (ઉંમર 01 વર્ષ), મિલન (ઉંમર 10 વર્ષ) તરીકેની થઈ છે. માત્ર એક વર્ષ અને ચાર વર્ષના માસૂમ બાળકો અંદર હોવાથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા. એપાર્ટમેન્ટના રહીશ નિલેશભાઈ દ્વારા તાત્કાલિક સમયસૂચકતા વાપરીને આ અંગે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને ઈમરજન્સી કોલ કરી જાણ કરવામાં આવી હતી. 18 મિનિટ સુધી ચાલ્યું ફાયર વિભાગનું ઓપરેશન ઘટનાની ગંભીરતા અને માસૂમ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ફાયર સ્ટેશનથી ખાસ ઈમરજન્સી વાહન નંબર GJ-05-GU-0329 સાથે ફાયર ફાઈટરોની એક ચપળ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. સાંજે 06:14 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને ટીમ મિનિટોમાં સુભાષ ચોક પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સાંજે 06:32 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર 18 મિનિટના ટૂંકા ગાળામાં સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન અત્યંત કુશળતાપૂર્વક સફળતાપૂર્વક પાર પાડી દીધું હતું. ફાયરના જવાનોએ સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરીને લિફ્ટનો લોક થયેલો દરવાજો સુરક્ષિત રીતે ખોલી નાખ્યો હતો અને ત્રણેય બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બાળકોના માતા-પિતાને હાશકારો બાળકો લિફ્ટમાંથી સુરક્ષિત બહાર આવતા જ માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે તમામ બાળકોને ગળે લગાવી લીધા હતા. સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ફાયર બ્રિગેડના જવાનોની બહાદુરી અને ત્વરિત કામગીરી બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય આર્થિક નુકસાન થવા પામ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    એકની એક લાડકવાયી દીકરીના મોતથી પરિવારનો હોબાળો:ગળામાંથી સોય કાઢતા જ 9 માસની બાળકીનું મોત, સુરતની કિરણ હોસ્પિટલની બેદરકારીનો આક્ષેપ
    Next Article
    Punjab Cop Who Extorted Rs 4 Crore From Family And Was Wanted By US Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment