Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈકોથી ત્રણને ઉડાવનાર આરોપી ઝડપાયો:એકનું મોત અને બે લોકો થયા હતા ઈજાગ્રસ્ત, ઘોઘાાં ભાઈની હત્યાનો બદલો લેવા યુવકનું કારસ્તાન

    8 hours ago

    ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાણિયા ગામ પાસે અકસ્માત સર્જી હત્યા કરવા મામલે ઘોઘા પોલીસ મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે જેને લઈ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક વર્ષ પહેલા આરોપીના ભાઈની હત્યા થઈ હતી આ બનાવ અંગે ઘોઘા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર આશરે એક વર્ષ પહેલાં ફરિયાદી અને તેના મિત્ર દ્વારા આ કેસના આરોપીના ભાઈ પીયુષ કંટારીયાનું ભૂતેશ્વર ગામે ખૂન કરવામાં આવ્યું હતું, આ ખૂનનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે અને હાલના કેસમાં ફરિયાદી તે હત્યાના કેસમાં જામીન મુક્ત થઈ બહાર આવ્યો હતો. ભાઈની હત્યાના બદલા માટે કારસ્તાન ​આ બાબતની અદાવત રાખીને આરોપીએ ફરિયાદી તથા તેના મિત્ર શાંતિ કંટારીયા, રહે. ભૂતેશ્વર ગામને જાનથી મારી નાખવાનું આયોજન કર્યું હતું. ફરિયાદી, શાંતિ તથા રોનક કંટારીયા પોતાની એક્ટિવા મોટરસાયકલ નંબર GJ.04.DG.3702 લઈને ભાવનગરથી ભૂતેશ્વર ગામ તરફ જઈ રહ્યા હતા,તે દરમિયાન અવાણિયા ગામ પાસે આરોપીએ પોતાની ઇકો ફોર વ્હીલર ગાડી નંબર GJ.04.DN.9337થી ફરિયાદીની એક્ટિવાને ઇરાદાપૂર્વક જોરદાર ટક્કર મારી હતી, આ ગંભીર અકસ્માતમાં શાંતિ કંટારીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને જાનથી મારી નાખવાના ઈરાદે ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. ​ઈકોથી ઉડાવનાર આરોપીને પોલીસે દબોચ્યો આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103(1), 109(1) મુજબ ગુનો નોંધાયો હતો, જે આધારે ​ઘોઘા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી મુખ્ય આરોપી હસમુખ ઉર્ફે સીસો કંટારીયા (રહે.ભૂતેશ્વર)ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,પકડાયેલા આરોપી હસમુખ ઉર્ફે સીસો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશન મારામારી સહિતના ત્રણ જુદાં જુદાં ગુન્હા નોંધાયેલા છે અને ​હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર.:​ગીરના સાવજો પર મંડરાતા ખતરા વચ્ચે ગિરનાર અભયારણ્યમાં 24 કલાક સઘન મોનિટરિંગ; સિંહો માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી શરૂ.​
    Next Article
    FD Interest Rates: Private Lenders To SFBs — Top Banks Offering Highest Returns On One-Year Deposits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment