Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય બાબતે હુમલો:ગાંગાવાડા ગામમાં ગાળો બોલવાની ના પાડતા આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, ધારીયા અને પાઇપ વડે માર માર્યો

    8 hours ago

    ભાવનગર તાલુકાના ગાંગાવાડા (કાનાતળાવ) ગામમાં ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે એક આધેડ પર ચાર શખ્સોએ એકસંપ થઈ લોખંડના ધારીયા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ ગાંગાવાડા ગામના અને હાલ ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં રહેતા નરેશ ગભરુભાઈ ચૌહાણ છેલ્લા ચાર મહિનાથી ગાંગાવાડા ગામે કોલસાની મજૂરી કામ અર્થે આવ્યા હતા, ગઈકાલ રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ પોતાના વાડામાં કોલસાનું કામ કરી રહ્યા હતા, ત્યારે વાડાની બહાર ગામના જ ચાર શખ્સો ગાળો બોલી રહ્યા હતા. ​નરેશએ વાડામાંથી બહાર નીકળીને ગાળો બોલવાની ના પાડતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને "તું અહીં જ ઉભો રહે, હમણાં આવીએ છીએ" તેમ કહી થોડીવારમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા, શખ્સોઓ પૈકી કિશન કલ્યાણભાઈ બાવળીયા લોખંડનું ધારીયું અને અરવિંદ ચૌહાણ લોખંડનો પાઇપ લઈને આવ્યા હતા, કિશનએ લોખંડના ધારીયા વડે હુમલો કરતા નરેશને ડાબા હાથની આંગળી પર ઈજા થઈ હતી, જ્યારે અરવિંદએ લોખંડના પાઇપ વડે આડેધડ ઘા ઝીંકતા નરેશને બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ઉપરાંત અન્ય બે આરોપીઓ કિશન ભલાભાઈ રાંધણીયા તથા વિષ્ણુ અરવિંદભાઈ ચૌહાણે ભેગા મળીને તેમને ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ​બનાવ પગલે ગામના જ વ્યક્તિએ વચ્ચે પડીને નરેશને વધુ માર ખવડાવતા બચાવ્યા હતા, ત્યારબાદ ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ અઘેળાઈ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ​આ મામલે ભોગ બનનાર નરેશ ચૌહાણે ચારેય હુમલાખોરો કિશન ભલાભાઈ રાંધણીયા, કિશન કલ્યાણભાઈ બાવળીયા, વિષ્ણુ અરવિંદભાઈ ચૌહાણ અને અરવિંદ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચીખલીમાં સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ:બેંક એકાઉન્ટ ભાડે આપી ₹99 હજારની છેતરપિંડી, બે આરોપી સામે ગુનો
    Next Article
    Gujarat Congress Babal Live | કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા ભાન ભુલ્યા | Social Media War Live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment