Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત ઝોન‎બનવાની ભીતિ:ઈડર હાઇવે પર સેફ્ટી ગાર્ડ ક્યાંક તૂટ્યા, વળી ગયા

    12 hours ago

    ઈડર-હિંમતનગર હાઇવે પર રાત્રિ દરમ્યાન સામેથી પસાર થતાં વાહનની લાઈટથી અંજાઈ ન જવાય તે માટે ડિવાઈડર ઉપર લગાવવામાં આવી રહેલા રોડ સેફ્ટી ગાર્ડની કામગીરીમાં મોટા પાયે લોલમલોલ ચાલતું હોવાનું સપાટી પર આવ્યું છે. નવાઈની વાત એ છે કે હજી એક તરફ રોડ સેફ્ટી ગાર્ડ લગાવવાની પ્રક્રિયા ચાલુ છે, ત્યાં બીજી તરફ અગાઉ લગાવવામાં આવેલા સેફ્ટી ગાર્ડ અત્યારથી જ તૂટી ગયેલા, વાંકા વળી ગયેલા કે જમીનદોસ્ત થયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. લાખોના સરકારી ખર્ચે થઈ રહેલા આ કામમાં વપરાયેલ મટેરિયલની નબળી ગુણવત્તાએ હાઇવે પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ​રાત્રિના અંધકારમાં અકસ્માતો રોકવા માટે અતિ મહત્વના એવા આ સ્ટીકરો બિનઉપયોગી બનતા હાઇવે હવે અકસ્માત ઝોન બનવાની ભીતિ સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાપરેલી તદ્દન નીચી ગુણવત્તાની સામગ્રીને લીધે સરકારી નાણાંનો રીતસર વેડફાટ થયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ​જો કામ પૂર્ણ થતાં પહેલા જ આ હાલત હોય, તો કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થઈ ગયા પછી ગેરંટી કે મેન્ટેનન્સની જવાબદારી કોની રહેશે, અગાઉ પણ ગુણવત્તા અંગે બૂમ ઉભી થઈ હતી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાનમના કોતરમાં જૂના ચેકડેમથી માત્ર 50 ફૂટ જ દૂર બીજો ચેકડેમ મંજૂર કર્યો
    Next Article
    RCB in IPL final: No public celebrations, no bike rallies, says Bengaluru police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment