Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાલકા સોસાયટીમાં મકાનમાં આગ:ફાયર ટીમે સમયસર પહોંચી મોટી દુર્ઘટના ટાળી

    9 hours ago

    વેરાવળ શહેરના ભાલકા વિસ્તારમાં આવેલી સાઇનાથ સોસાયટીમાં શુક્રવારે રાત્રે એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી, જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટના ભાલકા વિસ્તારની વૃંદાવન પ્રાથમિક શાળા સામે આવેલા સરમણભાઈ કરસનભાઈ ગઢિયાના મકાનમાં બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરના એક રૂમમાં રસોઈ બનાવતી વખતે આગ ભભૂકી ઉઠી હતી. રૂમમાં અગાઉથી સંગ્રહ કરીને રાખવામાં આવેલા સૂકા બળતણના જથ્થાને કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા જ આસપાસના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમના નરેન્દ્રસિંહ આછડીયા, જીતેન્દ્રસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. આ ઘટનામાં ઘરના અંદરના ફર્નિચર, ઘરવખરી અને અન્ય જરૂરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પરિવારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમયસર જાણ થતાં અને ટીમે ઝડપી કામગીરી હાથ ધરતાં આગ નજીકના મકાનો સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. ફાયર ટીમની સતર્ક કામગીરીને કારણે મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળી ગયું હતું. સ્થાનિક તંત્રએ નાગરિકોને ઘરમાં રસોઈ કરતી વખતે આગ સુરક્ષાના નિયમોનું પાલન કરવા તથા જ્વલનશીલ સામગ્રી સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિનમાં આગ:ધ્રોળ નજીક મોટી દુર્ઘટના ટળી, પાંચ કિલોમીટર ટ્રાફિક જામ
    Next Article
    Farah Khan says Ayan Mukerji’s father made her family poor: ‘Producers invested everything they had’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment