Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિનમાં આગ:ધ્રોળ નજીક મોટી દુર્ઘટના ટળી, પાંચ કિલોમીટર ટ્રાફિક જામ

    7 hours ago

    જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ નજીક લૈયારા ગામ પાસે શુક્રવારે રાત્રે એલપીજી ગેસ ભરેલા ટેન્કરની કેબિનમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. જોકે, સમયસર ફાયર વિભાગ અને પોલીસની ટીમો પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, શુક્રવારે રાત્રે જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલા NL 01 AF 3195 નંબરના એલપીજી ટેન્કરની કેબિનમાં ધ્રોળ નજીક લૈયારા પાસે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટેન્કર ચાલકે તુરંત વાહન ઊભું રાખી નીચે ઉતરી જતાં તેનો જીવ બચી ગયો હતો. જોકે, થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કેબિનને લપેટમાં લીધી હતી. આ ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગેસ ભરેલું ટેન્કર હોવાથી મોટા વિસ્ફોટની આશંકા સેવાઈ રહી હતી. ઘણા લોકોએ આગની જ્વાળાઓના વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ બનાવની જાણ થતાં જ ધ્રોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા અને રવિરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સૌપ્રથમ સુરક્ષાના ભાગરૂપે ટેન્કરની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને વાહન વ્યવહાર રોકી દીધો હતો. ત્યારબાદ ધ્રોળ નગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ માત્ર ટેન્કરની કેબિન પૂરતી મર્યાદિત રહેતા ટેન્કરમાં ભરેલા ગેસ સુધી પહોંચી નહોતી. આથી, મોટી જાનહાનિ અને વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટના ટળી હતી. આ બનાવને કારણે જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોળ નજીક બંને તરફ આશરે પાંચ-પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમય સુધી વાહનોની કતારો લાગી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની આશરે દોઢ કલાકની જહેમત બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. ત્યારબાદ ગેસ કંપનીની હાઈડ્રોલિક મશીનરી સાથેની ટીમ અને ક્રેઈન ઘટના સ્થળે પહોંચી હતી. બળેલા ટેન્કરને રસ્તાની સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરાયા બાદ બંને તરફનો વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    From popcorn lungs to toxicity and depression: PGIMER doctor warns vaping is far riskier than teens realise
    Next Article
    ભાલકા સોસાયટીમાં મકાનમાં આગ:ફાયર ટીમે સમયસર પહોંચી મોટી દુર્ઘટના ટાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment