Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારોમાં ભારે અસંતોષ:જમીન પર કોઈ જાતનો દાવો ન કરવા માટે જુડાએ ખેડૂતો પાસેથી સોગંદનામુ કરાવ્યું

    10 hours ago

    જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બિનખેતી જમીનના લે-આઉટ પ્લાન મંજૂર કરતી વખતે 40% જમીન કપાત કરવાના નિયમ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જમીન માલિકો પાસેથી રૂ. 300 ના સ્ટેમ્પ પેપર પર વિના વળતરે જમીન સત્તામંડળને સોંપવી અને કોઈ હક્ક દાવો ન કરવો તેવું સોગંદનામું ફરજિયાત લેવામાં આવી રહ્યું છે. જો આ સોગંદનામું ન કરાય, તો લે-આઉટ મંજૂર કરવામાં આવતા નથી, જેને પગલે અરજદારોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. જાણકારોના મતે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની વિવિધ કલમોનું સત્તામંડળ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કાયદા મુજબ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખાનગી માલિકીના મૂળખંડ અને આખરીખંડના ક્ષેત્રફળ જાળવી રાખવાના હોય છે. સાર્વજનિક હેતુની જમીનોથી માલિકી હક્ક નાબૂદ થતો નથી. પરંતુ અહીં સીધો જ 60% મુજબનો નવો ખંડ બનાવી બાકીની 40% જમીન હડપ કરી લેવાનો કારસો ચાલી રહ્યો છે, જે લેન્ડ રેકર્ડ કાયદાની પણ વિરુદ્ધ છે. વળતર કે દસ્તાવેજ વગર જમીન ‎કપાત કરવી ગેરકાયદેસર‎ કાયદાકીય જોગવાઈઓ અનુસાર, કોઈપણ જમીનના ‎હક્કો માત્ર દસ્તાવેજ, ગિફ્ટ ડીડ અથવા સંપાદનના‎ હુકમ દ્વારા જ બદલી શકાય છે. ટી.પી. એક્ટની ‎કલમ-40(3)(જે) હેઠળ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવાસ‎ યોજના માટે જમીન ફાળવવાનો નિયમ માત્ર સરકારી‎ જમીનોને લાગુ પડે છે, ખાનગી જમીનોને નહીં.‎ભવિષ્યમાં જાહેર હેતુ માટે જમીન જોઈતી હોય તો‎ કલમ-20 અને કલમ-107 મુજબ નિયમબદ્ધ સંપાદન‎ કરવું ફરજિયાત છે. આથી, સત્તામંડળ દ્વારા કરાતી આ ‎ગેરકાયદેસર કપાત અંગે તટસ્થ તપાસ કરી યોગ્ય હુકમ ‎કરવામાં આવે તેવી ઉચ્ચ સ્તરે માંગ કરવામાં આવી છે.‎ અમે કોઈ પણ સોગંદનામુ કરાવતા નથી : ટાઉન પ્લાનર ખેડૂતોને 300 ના સ્ટેમ્પ ઉપર લખાણ કરાવવામાં આવી રહ્યું છે તે વાત બિલકુલ ખોટી છે. જુડા દ્વારા આવું કોઈ લખાણ કરવામાં આવી રહ્યું નથી જો કોઈ આવો લખાણ કરાવી રહ્યું હોય તો ખેડૂતોએ જૂડાના અધિકારીઓનો સંપર્ક કરવો. > કે.પુરોહિત , જુનિયર ટાઉન પ્લાનર , જુડા
    Click here to Read More
    Previous Article
    દાદરાની વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં આગ:મધરાતે ભીષણ આગ, માલસામાન અને મશીનરીને ભારે નુકસાન
    Next Article
    "OSM Is The Future": Govt Defends CBSE's Digital Evaluation Amid Portal Hacking, Answer Sheet Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment