Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદરાની વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં આગ:મધરાતે ભીષણ આગ, માલસામાન અને મશીનરીને ભારે નુકસાન

    8 hours ago

    દાદરા નગર હવેલીના દાદરા ગામ સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સેલવાસ અને ખાનવેલ સહિતના ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના એક વિભાગમાંથી આગની શરૂઆત થઈ હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પરિસરમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતાં કંપનીમાં હાજર કર્મચારીઓ અને આસપાસના ઉદ્યોગોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા. આગના કારણે કંપનીમાં રહેલા કાચા માલ, તૈયાર માલસામાન તેમજ કિંમતી મશીનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી. જોકે, નુકસાનનો ચોક્કસ આંક આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ અને અધિકારીઓની તપાસ પૂર્ણ થયા પછી જ સામે આવશે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને સંબંધિત વિભાગ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં મિત્રએ જ કેટરિંગ સંચાલકને ચાકુના 7 ઘા ઝીંક્યાં:હત્યા સમયે હાજર હતા પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન, ગંભીર હાલતમાં બાબુસિંઘે કાર હંકારતા 100 મીટર દૂર થાંભલાને અથડાઈ
    Next Article
    અરજદારોમાં ભારે અસંતોષ:જમીન પર કોઈ જાતનો દાવો ન કરવા માટે જુડાએ ખેડૂતો પાસેથી સોગંદનામુ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment