Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ઉડાણ શરૂ:નવી મુંબઈ એરપોર્ટ માટે ભરણીને લઈ પનવેલમાં પૂરનું જોખમ વધ્યું

    13 hours ago

    દેશના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પમાંથી એક નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને લીધે બાજુના પનવેલ વિસ્તારના નાગરિકોની સુરક્ષાનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે. એરપોર્ટ માટે કરેલી પ્રચંડ ભરણી, ખાડી વિસ્તારના અવરોધો, ફંટાવેલો નદીનો માર્ગ અને સિડકો દ્વારા પોતાના વ્યવસ્થાપનની ઉપાયયોજના બાબતે થયેલા વિલંબને લીધે આગામી ચોમાસામાં પનવેલ શહેર, નવી પનવેલ, કલંબોલી સહિત વિવિધ સિડકો કોલોનીઓમાં ગંભીર પૂર સ્થિતિ ઊભી થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. નવી મુંબઈ એરપોર્ટ 10 ગામની જમીન પર ઊભો કરાયેલો બહુચર્ચિત પ્રકલ્પ છે. હાલમાં અહીં દેશઅંતર્ગત વિમાનસેવા ચાલી રહી હોઈ ટૂંક સમયમાં જ આંતરરાષ્ટ્રીય ઉડાણનો પણ આરંભ થવાનો છે. જોકે આ સામે વિસ્તારની નૈસર્ગિક જળનિઃસારણ વ્યવસ્થાનો ભોગ લેવામાં આવ્યો છે એમ કહીને સ્થાનિકો એ આક્રોશ વ્યક્ત કર્યો છે. એરપોર્ટ પાસે જતો જોડ રસ્તો અને ફ્લાયઓવરના બાંધકામ માટે ખાડી વિસ્તારમાં મોટે પાયે ભરણી કરાઈ હોઈ તે હજુ પણ કાયમ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આથી વરસાદનાં પાણી નૈસર્ગિક માર્ગે ખાડીમાં જવાને બદલે શહેરની દિશામાં આવીને ભરાઈ જવાની શક્યતા ઊભી થઈ છે. પનવેલ, નવી પનવેલ અને કલંબોલી વિસ્તાર પહેલા જ નીચાણવાળો છે. તેમાં વળી જળપ્રવાહને અવરોધ નિર્માણ થાય તો અમુક કલાકના મુશળધાર વરસાદમાં પણ રસ્તાઓ, ઘરો અને બજારો જળમય થવાની શક્યતા નકારી શકાય નહીં. એરપોર્ટ પ્રોજેક્ટ માટે સેંકડો હેક્ટર મેન્ગ્રોવ્ઝ વિસ્તારમાં આઠ મીટર સુધી ભરણી કરાઈ છે. પર્યાવરણની દ્રષ્ટિથી સંવેદનશીલ માનવામાં આવતા આ વિસ્તારમાં મોટે પાયે ભૂભાગ ઊંચો કરાયો હોવાથી નૈસર્ગિક પ્રવાહ અવરોધિત થયો છે. ઉપરાંત ગાઢી નદીનો માર્ગ બદલવામાં આવ્યો છે. આ માટે પર્યાવરણની પરવાનગી લેવા છતાં નદીનો નૈસર્ગિક પ્રવાહ બદલાઈ જવાથી વરસાદમાં વધારાનું પાણી વહી જવામાં અડચણ આવી રહી છે. આથી પૂર સ્થિતિ નિર્માણ થવાનું જોખમ અનેકગણું વધી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    મહાવિતરણ પર ગંભીર આરોપ:મહાવિતરણ દ્વારા સ્માર્ટ મીટર ધીમા અને ખામીયુક્ત: ગ્રાહકો પર દબાણ
    Next Article
    સરકારી વળતરને નામે 50 લાખની છેતરપિંડી:વાઢવણ બંદર માટે જમીન આપનાર ખેડૂત સાથે ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment