Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસરાનો જીવ લેનાર જમાઈ સહિત ત્રણ ઝડપાયા:દીકરીને માર મારવાના મામલે ઉગ્ર વિવાદ, સસરા પર જમાઈ સહિત ત્રણે લાકડાના પાયા; બ્લોક વડે કર્યો હતો હુમલો

    1 day ago

    ભાવનગર શહેરના શિવનગર વિસ્તારમાં પથરીના ઓપરેશનને કારણે કામ પર ન ગયેલી દીકરીને જમાઈએ માર મારતા સસરા એ જમાઈ ને પત્નીને માર ન મારવા સમજાવવા ગયેલ ત્યારબાદ સસરાના ઘરમાં ઘુસી ગતરોજ સાંજના અરસામાં જમાઈ સહિત ત્રણ શખસોએ લાકડાના પાયા અને બ્લોક વડે હુમલો કરતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સસરાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે ગુન્હો નોંધાતા ગણતરીની કલાકોમાં બોરતળાવ પોલીસે જમાઈ સહિત ત્રણેય ને ઝડપી લીધા હતા. ઘટના બાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર શહેરના શિવનગર, બેન્ક કોલોની પાસે ભાડાના મકાનમાં રહેતા, મૂળ સિહોરના રહેવાસી અને રત્નકલાકર સંદીપભાઇ ગોરધનભાઇ દલસાણીયા ઉ.વ.21 એ ગત તા.28 મેના રોજ બોરતળાવ પોલીસ મથકમાં આજ વિસ્તારમાં રહેતા તેમના બનેવી રાકેશ વનાભાઈ કુકવાવા, તેની માસિયાઈ બહેન પારુલબેન ભાવેશભાઈ સોલંકી, હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમની મોટી બહેન રસીલાબેન ઉર્ફે ડીગુને બનેવી રાકેશ વનાભાઈ કુકવાવા માર મારતા પિતા ગોરધનભાઈ સમજાવવા ગયા હતા. ગતરોજ સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં તેમના ઘરે આવી રાકેશે લાકડાની શેટીના તૂટેલા પાયા વડે ગોરધનભાઈ પર હુમલો કર્યો હતો. સાથે માસિયાઈ બહેન પારૂલબેને બ્લોક વડે માથામાં ઘા મારતા ગોરધનભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ દરમિયાન મૃતકની પુત્રવધૂ હિરલબેનને પણ હેતલબેન અને પારૂલબેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે બોરતળાવ પોલીસે મૃતકના પુત્ર સંદીપભાઈની ફરિયાદના આધારે રાકેશ કુકવાવા, પારૂલબેન સોલંકી અને હેતલબેન મકવાણા સામે BNS કલમ 103(1), 115(2), 3(5) તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઘટના સંદર્ભે બોરતળાવ પોલીસે વૃદ્ધની હત્યા કરનાર જમાઈ સહિત ત્રણેયને ઝડપી લેવા 1 ટીમની રચના કરી ગણતરીની કલાકોમાં બોરતળાવ પોલીસે જમાઈ રાકેશ વનાભાઈ કુકવાવા,પારૂલબેન ભાવેશભાઈ સોલંકી, તથા હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણા ને ઝડપી લીધા હતા. તેમજ તમામ ને આવતીકાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PSI હડીયાએ છ રાઉન્ડ ફાયરીંગ કર્યા'તા:રાજકોટમાં બુટલેગરે પોલીસને આઇસર ટ્રક હેઠળ કચડી મારવા કરેલ પ્રયાસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
    Next Article
    પત્નીના ત્રાસથી કંટાળી પતિએ માંગી ઈચ્છામૃત્યુ:મને જીવવાનો કોઈ હક નથી, શંકા કરી થપ્પડ મારતી; 12 વર્ષના દીકરાનું ગળું દબાવ્યું, સુરતમાં પીડિત પતિની હચમતાવતી ગુહાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment