Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચનામાં ધારાસભ્ય મકવાણાનો મહત્વનો ફાળો:નવનિયુક્ત પદાધિકારીઓએ મુલાકાત કરી, શહેર વિકાસની ચર્ચા થઈ

    23 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ પદાધિકારીઓ અને સભ્યોએ ગુરુવારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના જનસંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' ખાતે સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ધારાસભ્યના આશીર્વાદ મેળવ્યા હતા.ધારાસભ્ય મકવાણાએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓ અને સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરી નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મુલાકાત દરમિયાન શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓના વિસ્તરણ અને આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ નગરપાલિકાઓને એકીકૃત કરીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના કરાવવામાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાનો અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક ફાળો રહ્યો છે. રાજ્ય સરકાર સમક્ષ તેમની સતત અને અસરકારક રજૂઆતો તેમજ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને કરાયેલા પ્રયાસોના પરિણામે આ ઐતિહાસિક નિર્ણય સાકાર બન્યો હતો.મહાનગરપાલિકાની રચનાથી સમગ્ર વિસ્તારના વિકાસને નવી દિશા અને ગતિ પ્રાપ્ત થઈ છે. આ નિર્ણય ભવિષ્યમાં મોટા પાયે વિકાસકાર્યો માટે માર્ગ મોકળો કરે છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ માત્ર વહીવટી ફેરફાર નથી, પરંતુ સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટેનું એક મહત્વપૂર્ણ સોપાન છે.તેમણે ઉમેર્યું હતું કે હવે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો વધુ વ્યાપક લાભ મેળવી શકાશે. માર્ગ-મકાન, પાણી, ગટર, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને આધુનિક માળખાકીય વિકાસના કાર્યોને વધુ વેગ મળશે. ધારાસભ્યએ જનતાએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવાની જવાબદારી મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર હોવાનું જણાવ્યું હતું.ધારાસભ્ય મકવાણાએ નાગરિકોની અપેક્ષાઓને કેન્દ્રસ્થાને રાખી પારદર્શક, જવાબદાર અને પરિણામલક્ષી વહીવટ દ્વારા શહેરના વિકાસ માટે કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિકાસના કાર્યોમાં રાજકીય ભેદભાવને સ્થાન ન આપતા દરેક વિસ્તાર અને દરેક નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવા આહ્વાન કર્યું હતું.મુલાકાત દરમિયાન નવનિયુક્ત પદાધિકારીઓએ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ શહેરના વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે સંકલિત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે મહાનગરપાલિકાની રચના પાછળના ધારાસભ્યના પ્રયાસો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ અંતે તમામ પદાધિકારીઓ અને સભ્યોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને રાજ્યની અગ્રણી મહાનગરપાલિકાઓમાં સ્થાન અપાવવા માટે દૃઢ સંકલ્પ અને સમર્પણ સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Editor's View: જજ સાહેબના બંગલે કરોડોનો ખેલ!:"હા! અમારામાં પણ ભ્રષ્ટાચાર", જજ કોઈ પવિત્ર ગાય નથી કહી મદ્રાસ હાઈકોર્ટનો ચીટલો, ભાસ્કરને પૂર્વ CJIના બેબાક ખુલાસા
    Next Article
    Gujarat Monsoon Prediction Live | ચોમાસાને લઈને અંતિમ પૂર્વાનુમાન જાહેર | Rain | Weather | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment