Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના મેયરની અનોખી પહેલ:બુકેના બદલે બુક અને સાડી સ્વીકારી જરૂરિયાતમંદોની અપાશે, પ્રથમ દિવસે જ જનકલ્યાણના કાર્યોનો આરંભ કર્યો

    1 day ago

    ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી વધુ એક વખત સામાજિક ચેતના જગાવતો પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર માયાબેન માવાણીએ પદ સંભાળતાની સાથે જ વર્ષો જૂની રાજકીય પરંપરાને બદલીને એક પ્રગતિશીલ અને સમાજ ઉપયોગી નવી પહેલની શરૂઆત કરી છે. મેયરે શુભેચ્છકો પાસેથી મોંઘા પુષ્પગુચ્છ (બુકે) સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરીને પુસ્તકો અને સામાજિક સામગ્રી આપવાની અપીલ કરી છે, જેની ખૂબ જ સકારાત્મક અસર શહેરમાં જોવા મળી રહી છે. બુકેની જગ્યાએ નોટબુક, પેન અને સાડીઓનો ધોધ વહ્યો મેયર માયાબેનની આ સરાહનીય અપીલને સુરતના જાગૃત નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને શુભેચ્છકોએ ઉત્સાહભેર વધાવી લીધી છે. આજે મેયર કાર્યાલય ખાતે અભિનંદન પાઠવવા આવેલા લોકો ફૂલના બુકે લાવવાને બદલે મોટી સંખ્યામાં નોટબુક, વાર્તાના પુસ્તકો, પેન અને સાડીઓ ભેટમાં આપી રહ્યા છે. આ અનોખી ભેટ સ્વીકારવાની સાથે જ મેયર માયાબેને ઓફિસમાં હાજર રહીને વિવિધ વિભાગોની મહત્વની સરકારી ફાઇલો પર સહીઓ કરી રોજિંદી વહીવટી પ્રક્રિયાઓને પણ વેગવંતી કરી હતી. ભેટમાં મળેલી સામગ્રીનો સદઉપયોગ: વંચિતોના ઉત્થાન માટે વિતરણ શુભેચ્છામાં મળેલી તમામ ભેટ-સોગાદોનો ઉપયોગ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગો માટે કરવાનો એક ઉત્તમ સંકલ્પ લેવામાં આવ્યો છે: બાળકોનું શિક્ષણ: તમામ નોટબુક, પુસ્તકો અને પેન સુરત શહેરના ફૂટપાથ, સ્લમ વિસ્તારો અને આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોના શિક્ષણ માટે વિતરણ કરવામાં આવશે, જેથી તેમના ભણતરમાં આર્થિક મદદ મળી શકે. વૃદ્ધાશ્રમોને મદદ: શુભેચ્છકો તરફથી મળેલી તમામ સાડીઓ સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા વિવિધ વૃદ્ધાશ્રમોમાં આશ્રય લઈ રહેલી નિરાધાર વડીલ માતાઓને આદરપૂર્વક અર્પણ કરવામાં આવશે. ફૂટપાથ પરના એક દ્રશ્યમાંથી મળી ક્રાંતિકારી નિર્ણયની પ્રેરણા મેયર માયાબેન માવાણીને આ નિર્ણય લેવાની પ્રેરણા રસ્તા પરના એક સામાન્ય દ્રશ્યમાંથી મળી હતી. તેઓ જ્યારે મેયર બન્યા બાદ પ્રથમ દિવસે મોડી સાંજે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ફૂટપાથ પર રહેતા એક ગરીબ બાળકને તેની માતાની આંગળી પકડીને માસૂમિયતથી હસતા જોયો હતો. આ દ્રશ્ય જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે શુભેચ્છામાં મળતા હજારો રૂપિયાના ફૂલના બુકે તો થોડા જ કલાકોમાં કરમાઈ જાય છે અને અંતે ડસ્ટબીનમાં ફેંકાઈ જાય છે. પરંતુ જો એ જ પૈસામાંથી કોઈ ગરીબ બાળકના હાથમાં પુસ્તક પહોંચશે, તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. મેયર માયાબેન માવાણીએ જણાવ્યું હતું કે, "બુકે સાંજ પડતા જ કરમાઈ જાય છે અને કચરાપેટીમાં જાય છે. જ્યારે પુસ્તક એક બાળકના હાથમાં જાય તો તેના ચહેરાનું સ્મિત વધી જાય છે. રસ્તા પર માતાની આંગળી પકડીને હસતા બાળકને જોઈને મને વિચાર આવ્યો કે આ બાળકોની સ્માઈલ કાયમી રાખવા માટે મારે 'બુકે નહીં, બુક' સ્વીકારવી જોઈએ. મેં આ વહીવટી કાર્યની શરૂઆત 'મેયર ફંડ'ની ફાઈલથી કરી છે અને હું ઈચ્છું છું કે મારો આ હોદ્દો લોકોના આર્થિક ઉત્થાન અને તેમની જરૂરિયાતો પુરી કરવા માટે કામ આવે."
    Click here to Read More
    Previous Article
    રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સફર:ઈ વેસ્ટ જાગૃતિના સંદેશ સાથે 2 બાઇકર્સનું સાહસ : 18 હજાર કિલોમીટરની 18 દેશની યાત્રાનો શનિવારથી પ્રારંભ
    Next Article
    સુરેન્દ્રનગરના નવા 198 પોલીસ કોન્સ્ટેબલોને તાલીમ અપાઈ:શોધ, બચાવ અને પ્રાથમિક સારવાર માટે વિશેષ સત્ર યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment