Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ સુરતના સુકાભઠ્ઠ લેક ગાર્ડન:બાળકોના રમતગમતના સાધનો ભાંગ્યા તૂટ્યા અને તળાવોમાં પાણીના સુકાયા છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું

    1 day ago

    સ્માર્ટ સિટી અને સુવિધાજનક વહીવટના મોટા-મોટા દાવા કરતી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા વૈભવી લેક ગાર્ડન આજે યોગ્ય જાળવણી અને પાણીના અભાવે પોતાની રોનક ગુમાવી બેઠા છે. ખાસ કરીને પાલ, ખટોદરા અને ડિંડોલી, વડોદ ગામ વિસ્તારના લેક ગાર્ડનની સ્થિતિ દયનીય બની ગઈ છે, જેના કારણે અહીં આવતા મુલાકાતીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે અત્યારે આ ગાર્ડનોમાં ગંદકી, અસામાજિક તત્વોનો ત્રાસ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અસામાજિક તત્વો માટે આ જગ્યાઓ અડ્ડો બની ગઈ વર્ષ 2017માં લેક ગાર્ડનની થીમ સાથે લોકાર્પણ કરાયેલા ખટોદરા લેક ગાર્ડનની હાલત આજે જોનારાઓની આંખમાં પાણી લાવી દે એવી છે. જ્યાં ક્યારેક પાણીથી પ્રકૃતિનું સૌંદર્ય ખીલતું હતું ત્યાં આજે માત્ર સૂકી ભઠ્ઠ જમીન, ગંદકી અને જંગલી વનસ્પતિના સામ્રાજ્ય સિવાય કંઈ જોવા મળતું નથી. સાંજના સમયે જે ગાર્ડન પરિવારો અને બાળકોના કિલ્લોલથી ગુંજી ઉઠતો હતો, તે આજે તંત્રની દેખરેખના અભાવે એક ઉજ્જડ અને નિર્જન જગ્યા જેવો ભાસી રહ્યો છે. પૂરતી સિક્યોરિટી ન હોવાને કારણે પક્ષીઓ પ્રેમીઓ તેમજ સ્થાનિક લોકોના સ્થાને અસામાજિક તત્વો માટે આ જગ્યાઓ અડ્ડો બની ગઈ છે. આવી જ કંઈક સ્થિતિ પાલ લેક ગાર્ડન અને ડિંડોલી ફ્લાવર ગાર્ડન સામે આવેલા છઠ્ઠ પૂજા ગાર્ડનની પણ છે, જ્યાં પાણી વિનાના તળાવો પાલિકાના વહીવટની પોલ ખોલી રહ્યા છે. આંકડાઓમાં જુઠ્ઠાણું અને વાસ્તવિકતા કડવી સુરત મહાનગરપાલિકાના ચોપડે ગાર્ડન અને ગ્રીનરીના આંકડા ખૂબ મોટા બતાવવામાં આવે છે, પણ જમીની હકીકત તદ્દન અલગ અને કડવી છે. ગાર્ડન વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા, બેદરકારી અને લાપરવાહીના કારણે કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ લોકોને સુવિધા મળતી નથી. પૂર્વ પદાધિકારીઓએ વિવિધ ગાર્ડન, શાંતિકુંજમાં રહેલા વ્યાયામના સાધનો અને ફૂલ-છોડની માવજત માટે લેખિતમાં સૂચનાઓ આપી હોવા છતાં, અધિકારીઓ માત્ર ગોળ-ગોળ માહિતી આપીને લીપાપોતી કરી રહ્યા છે. પાલિકા દ્વારા મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ કરવામાં આવી ડીંડોલી ખાતે આવેલ આ ફ્લાવર ગાર્ડન 2022માં 14 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ PPP ધોરણે રાજહંસ એજન્સીને ચલાવવા માટે આપવામાં આવ્યું હતું પરંતુ, આ ચાર વર્ષમાં જ મેઈન્ટેનન્સના અભાવે આ ગાર્ડનની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ બધા જ ફૂલ-છોડ સુકાઈ ગયા બ્લોક ઉખડી ગયા. આ ખાનગી એજન્સી દ્વારા કોઈપણ પ્રકારનું મેઈન્ટેનન્સ આ ગાર્ડનમાં કરવામાં ન આવ્યું અને આજે આ ગાર્ડન ઘણા સમયથી બંધ હતું પરંતુ, હવે પાલિકા દ્વારા તેની મેઈન્ટેનન્સ કામગીરી ચાલુ કરવામાં આવી છે. સુરત શહેરમાં ગાર્ડન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, સમગ્ર શહેરમાં કુલ 144 સામાન્ય ગાર્ડન, 31 લેક ગાર્ડન અને 82 શાંતિકુંજ મળીને કુલ 257 ગાર્ડન આવેલા છે. ઝોનવાઈઝ વિગત જોઈએ તો, સેન્ટ્રલ ઝોનમાં 12 સામાન્ય ગાર્ડન, 1 લેક ગાર્ડન અને 2 શાંતિકુંજ સાથે કુલ 15 ગાર્ડન છે. રાંદેર ઝોનમાં 38 સામાન્ય ગાર્ડન, 6 લેક ગાર્ડન અને 28 શાંતિકુંજ મળીને સૌથી વધુ 72 ગાર્ડન આવેલા છે. અઠવા ઝોનમાં 39 સામાન્ય ગાર્ડન, 8 લેક ગાર્ડન અને 8 શાંતિકુંજ સાથે કુલ 55 ગાર્ડન છે. ઉધના ઝોનની વાત કરીએ તો ત્યાં 10 સામાન્ય ગાર્ડન, 3 લેક ગાર્ડન અને 7 શાંતિકુંજ મળીને કુલ 20 ગાર્ડનનો સમાવેશ થાય છે. જ્યારે સચિન ઝોનમાં 5 સામાન્ય ગાર્ડન અને 4 લેક ગાર્ડન છે, પરંતુ ત્યાં એક પણ શાંતિકુંજ આવેલું નથી, જેથી ત્યાં કુલ 9 ગાર્ડન થાય છે. લિંબાયત ઝોનમાં 11 સામાન્ય ગાર્ડન, 2 લેક ગાર્ડન અને 8 શાંતિકુંજ સાથે કુલ 21 ગાર્ડન છે. વરાછા ઝોનમાં 9 સામાન્ય ગાર્ડન, 1 લેક ગાર્ડન અને 11 શાંતિકુંજ મળીને કુલ 21 ગાર્ડન આવેલા છે. સરથાણા ઝોનમાં 14 સામાન્ય ગાર્ડન, 3 લેક ગાર્ડન અને 9 શાંતિકુંજ સાથે કુલ 26 ગાર્ડનનો સમાવેશ થાય છે. અંતે, કતારગામ ઝોનમાં પણ સરથાણાની જેમ જ 14 સામાન્ય ગાર્ડન, 3 લેક ગાર્ડન અને 9 શાંતિકુંજ મળીને કુલ 26 ગાર્ડન કાર્યરત છે. આમ, કાગળ પર આ આંકડો 257 સુધી પહોંચે છે, પરંતુ જમીની સ્તરે તેની જાળવણી નહિવત જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કર્મચારીઓ અને અરજદારો પરેશાનીમાં:ગાંધીનગરના નવા સચિવાલયમાં વીજળી ગુલ થતા દોડધામ, સમારકામ દરમિયાન ત્રણ કર્મી દાઝી જતાં સિવિલમાં ખસેડ્યા
    Next Article
    Tourist group from Rajasthan fined in Manali for reckless driving; viral video sparks outrage

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment