Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કર્મચારીઓ અને અરજદારો પરેશાનીમાં:ગાંધીનગરના નવા સચિવાલયમાં વીજળી ગુલ થતા દોડધામ, સમારકામ દરમિયાન ત્રણ કર્મી દાઝી જતાં સિવિલમાં ખસેડ્યા

    1 day ago

    રાજ્યના વહીવટી કેન્દ્ર એવા ગાંધીનગરના નવા સચિવાલય સંકુલમાં આજે બપોરે એકાએક શોર્ટ સર્કિટ અને ઇલેક્ટ્રિક સ્પાર્કિંગ થવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્જાયેલી આ દુર્ઘટનાના સમારકામ દરમિયાન અચાનક મોટો સ્પાર્ક થતાં વીજ વિભાગના એક અધિકારી સહિત ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બ્લોક 8થી 14નો વીજ પુરવઠો ખોરવાયો સચિવાલયના બ્લોક નંબર 13માં આવેલા પ્લગ પોઈન્ટમાં ગમે તે કારણોસર શોર્ટ સર્કિટ થતાં તણખા ઝર્યા હતા. આ ટેક્નિકલ ખામીની સીધી અસર સચિવાલયના મુખ્ય એવા બ્લોક નંબર 8થી લઈને 14 સુધીના વીજ પુરવઠા પર પડી હતી અને તમામ બ્લોકમાં એકાએક પાવર ગુલ થઈ ગયો હતો. વીજળી જતાની સાથે જ સુરક્ષાના પગલારૂપે તમામ બ્લોકની લિફ્ટ સિસ્ટમ આપમેળે બંધ થઈ ગઈ હતી. લિફ્ટ બંધ થવાના કારણે તેમાં સવાર કર્મચારીઓ અને મુલાકાતીઓ થોડા સમય માટે અટવાયા હતા, જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને લોકોએ બહાર નીકળવા માટે સીડીઓનો આશરો લેવો પડ્યો હતો. કાળઝાળ ગરમીમાં એસી-પંખા બંધ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે એસી, પંખા અને કમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ જતાં સચિવાલયની ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વહીવટી કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતાં સરકારી કામ અર્થે દૂર-દૂરથી આવેલા અરજદારો અને અધિકારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી પરસેવે રેબઝેબ જોવા મળ્યા હતા. મહત્વની ફાઈલો અને સરકારી દસ્તાવેજોની કામગીરી પણ અટકી પડી હતી. યુદ્ધના ધોરણે સમારકામ અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આ ઘટનાની ગંભીરતાને પગલે વીજ વિભાગની ટેકનિકલ ટીમ અને ક્વોલિફાઇડ ઇલેક્ટ્રિશિયનોની ફોજ તાત્કાલિક બ્લોક નંબર 13 ખાતે દોડી આવી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના વાયરિંગ અને મેઈન સ્વિચ બોર્ડની ઝીણવટભરી તપાસ કરીને વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સમારકામ દરમિયાન જ લાઈનમાં અચાનક વળતો સ્પાર્ક થતાં ફરજ પરના કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે વાયરિંગ ઓવરલોડ હતું, ગુણવત્તામાં ક્ષતિ હતી કે અન્ય કોઈ મોટી ટેકનિકલ બેદરકારીને કારણે આ ઘટના ઘટી. તંત્રના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં વીજ પુરવઠો સંપૂર્ણ રાબેતા મુજબ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    કપરાડામાં 28થી વધુ મોટા ચેકડેમો, વિયર કોઝવેના કામો પ્રગતિમાં:ચોમાસા પહેલા કામો પૂર્ણ કરવાનું લક્ષ્ય, ધારાસભ્યએ સ્થળ મુલાકાત અને નિરીક્ષણ કર્યું
    Next Article
    સ્માર્ટ સુરતના સુકાભઠ્ઠ લેક ગાર્ડન:બાળકોના રમતગમતના સાધનો ભાંગ્યા તૂટ્યા અને તળાવોમાં પાણીના સુકાયા છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment