Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રી-મોન્સૂન કામગીરી અને બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર.:વૃદ્ધા એ કહ્યું ખરાબ રસ્તાના કારણે મારા દીકરાનો અકસ્માત થયો,જુનાગઢમાં ચોમાસા પહેલાં રસ્તા રિપેર કરો નહીંતર ઉગ્ર આંદોલન થશે: યુથ કોંગ્રેસની મનપા કમિશનરને ચીમકી.

    3 days ago

    ​જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસું નજીક હોવા છતાં પ્રી-મોન્સૂન કામગીરી ન થઈ હોવાના અને બિસ્માર રોડ-રસ્તાના મુદ્દે યુથ કોંગ્રેસ સંગઠનની આગેવાનીમાં મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે ટૂંકા ગાળામાં ચોમાસું શરૂ થવાની પૂરી સંભાવના છે અને જો સમયસર પ્રી-મોન્સૂન કામગીરી નહીં થાય તો ભૂતકાળની જેમ ફરીથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જશે, જેના કારણે લોકોના ઘરવખરી અને અનાજને મોટું નુકસાન થઈ શકે છે. અંડરબ્રિજ પાસેની ગટર સફાઈ ન થવાને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેના લીધે ભૂતકાળમાં દિવાલ તૂટી પડવાની અને નાની બાળકી સહિત ત્રણથી ચાર લોકોએ જીવ ગુમાવવાની ઘટનાઓ બની ચૂકી છે. આ સંજોગોમાં જો આગામી સમયમાં તંત્રની બેદરકારીને લીધે કોઈ જાનમાલનું નુકસાન થશે તો તેની તમામ જવાબદારી મહાનગરપાલિકાના શિરે રહેશે અને નાછૂટકે કોર્ટના દરવાજા ખટખટાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. ​આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી જુનાગઢ શહેરના લગભગ તમામ રોડ ખોદીને રાખી દેવામાં આવ્યા છે અને હાલમાં પણ અમુક વિસ્તારોમાં ખોદકામ ચાલુ છે. કોન્ટ્રાક્ટરો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસ્તાઓ ચોમાસા પહેલાં પૂર્ણ થવાની કોઈ શક્યતા નથી, જેથી જે રસ્તાઓ સારા કે મધ્યમ સ્થિતિમાં હોય તેનું ખોદકામ અત્યારે અટકાવવું જોઈએ. ખાસ કરીને વોર્ડ નંબર ૧ થી ૧૫ માં આવતા વિસ્તારો જેવા કે આદિત્ય નગર, સાઈવિલા સોસાયટી, રાધિકા પાર્ક અને તેની આજુબાજુના વિસ્તારોમાં બે-ત્રણ વર્ષથી રસ્તાઓ ખોદાયેલા પડ્યા છે તેને તાત્કાલિક અસરથી રિપેર કરવા જરૂરી છે. રસ્તાઓ પર ડામર કે સીસી રોડ ન હોવાથી માત્ર મોટા ખાડાઓ જ બચ્યા છે, જેના કારણે વાહન અકસ્માતોનો ભય વધી ગયો છે અને ઠેર-ઠેર ગંદકીના લીધે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. ​સ્થાનિક મહિલા હર્ષાબેન જોશીએ જણાવ્યું હતું કે તેઓ રાધિકા પાર્ક શેરી નંબર ત્રણમાં રહે છે અને આ ખરાબ રસ્તાના કારણે તેમનો દીકરો પડી ગયો છે, જેના લીધે તેની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે અને અત્યારે તે માંડ માંડ ઘોડીના સહારે ચાલે છે અને જાતે બરાબર ચાલી પણ શકતો નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં જ આવ્યા નથી અને ચોમાસા પહેલાં આ રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી તેમની નમ્ર વિનંતી છે કારણ કે આ ખરાબ રસ્તા પર પાણી ભરાઈ જાય છે, સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને ઉબડખાબડ રસ્તાના લીધે ઘરના વડીલોને પગના દુખાવાની ગંભીર સમસ્યાઓ થઈ ગઈ છે. ​સ્થાનિક યુવાન ગોપીન લાખાણીએ જણાવ્યું હતું કે તેઓ રાધિકા પાર્કના રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી રસ્તાની આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક નેતાઓ તેમજ ત્યાંના કોર્પોરેટરોને વારંવાર ફોન દ્વારા અને રૂબરૂ મળીને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ બે ચોમાસા વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. વારંવારની વિનંતીઓ છતાં કોઈ નિવાડો ન આવતા આખરે કંટાળીને તમામ સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં રસ્તાના મુદ્દાનું વહેલી તકે નિવારણ લાવવાની માગ કરાઈ છે. રસ્તાની હાલત તદ્દન ખરાબ હોવાને કારણે ચાલવામાં, વડીલોને ફરવામાં અને બાળકોને સાયકલ ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમાંય વરસાદમાં પાણી ભરાતા આખો રસ્તો કાદવ-કીચડથી ભરાઈ જાય છે અને ચાલવા લાયક પણ રહેતો નથી, જેથી જો આગામી સાત દિવસમાં આ સમસ્યાનું કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે તો સ્થાનિકોને સાથે રાખીને મહાનગરપાલિકા ખાતે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર એક્શન મોડમાં:પદ સંભાળતા જ શાક માર્કેટ, ધોળીધજા ડેમની સ્થળ મુલાકાત લીધી
    Next Article
    The World's Second Most-Watched Cricket League is Back: WCL Returns This October

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment