Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના નવા મેયર, ડેપ્યુટી મેયર એક્શન મોડમાં:પદ સંભાળતા જ શાક માર્કેટ, ધોળીધજા ડેમની સ્થળ મુલાકાત લીધી

    3 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરીએ પદભાર સંભાળ્યાના પ્રથમ જ દિવસે એક્શન મોડમાં આવી ગયા હતા. તેમણે મહાનગરપાલિકા વિસ્તારમાં ઉત્તર ઝોનમાં નિર્માણાધીન શાક માર્કેટ અને ધોળીધજા ડેમની સ્થળ મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીની અછત ન વર્તાય તે સુનિશ્ચિત કરવા માટે ધોળીધજા ડેમ ખાતે મોટર અને પાણીના વાલ્વ ફિટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મેયરશ્રીએ નાગરિકોને ટૂંક સમયમાં નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે સૂચન કર્યું હતું. આ ઉપરાંત, ઉત્તર ઝોન ખાતે આશરે રૂ. 9 કરોડના ખર્ચે બની રહેલા હોકર્સ ઝોન-શાક માર્કેટના કામની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મેયરશ્રીએ સંબંધિત અધિકારીઓને આ કાર્ય વ્યવસ્થિત, ગુણવત્તાયુક્ત અને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. આ સ્થળ મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર કે.આર. ચૌહાણ, અગ્રણીઓ સર્વ દેવાંગભાઈ રાવલ, જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ સહિત અન્ય કોર્પોરેટરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોનાં મોત:CM ફડણવીસે તપાસના આદેશ આપ્યા, અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત
    Next Article
    પ્રી-મોન્સૂન કામગીરી અને બિસ્માર રસ્તા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર.:વૃદ્ધા એ કહ્યું ખરાબ રસ્તાના કારણે મારા દીકરાનો અકસ્માત થયો,જુનાગઢમાં ચોમાસા પહેલાં રસ્તા રિપેર કરો નહીંતર ઉગ્ર આંદોલન થશે: યુથ કોંગ્રેસની મનપા કમિશનરને ચીમકી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment