Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાંચબત્તીમાં કચરાના ઢગલામાં આગ:ફાયર વિભાગે સમયસર પહોંચી કાબૂ મેળવ્યો

    2 days ago

    ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં ભીડ ભંજન ખાડી નજીક કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેનાથી આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ભીડ ભંજન ખાડી પાસે કચરામાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બને છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં બેદરકારીપૂર્વક કચરો ફેંકવામાં આવે છે અને તેને સળગાવવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આવી વારંવાર બનતી ઘટનાઓને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ તંત્ર સમક્ષ કચરો નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અને સ્થળની નિયમિત સફાઈ તથા દેખરેખ વધારવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકારની 'હર ઘર જલ' યોજનાની પોલ ખુલી:વાસંદામાં મહિલાઓ 1 કિમી પથરાળ રસ્તે ચાલી પાણી લાવવા મજબૂર, 300 ફૂટ ઊંડા બોર પણ નિષ્ફળ
    Next Article
    પતિએ માથામાં હથોડીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી:રાજકોટના શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટ નં102માં ખેલાયો ખૂની ખેલ, વિસ્તારમાં 4 દિવસમાં બીજી હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment