Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવસભરના ઉકળાટ બાદ બનાસકાંઠા-પાટણના વાતાવરણમાં પલટો:પાલનપુર, વડગામ અને દાંતા સહિતના વિસ્તારોમાં ઠંડક પ્રસરી, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી

    4 days ago

    રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત્ રહેવા પામી છે, ત્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ મોડી સાંજે આકાશ વાદળછાયું બન્યું હતું. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસ એટલે કે 30 અને 31 મે તેમજ 1 જૂનના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું. અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3°C અને લઘુત્તમ તાપમાન 26.6°C નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે. અકળામણભર્યું હવામાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવનને કારણે રાત્રે પણ અકળામણ (ડિસ્કમ્ફર્ટ) ભર્યું વાતાવરણ રહે છે. આગામી બે દિવસ હજુ લોકોએ અસહ્ય અકળામણનો સામનો કરવો પડશે. વરસાદ અને વાવાઝોડાની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 30 મેથી 2 જૂન દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ બનશે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે. સાથે જ અરેબિયન સમુદ્ર તરફથી ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું પણ જણાવાયું છે. ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી (28 મે) એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. આ પણ વાંચો... રાજસ્થાન-MP સહિત 15 રાજ્યોમાં કાલથી ગરમીથી રાહત, આગામી 3 દિવસ વરસાદનું એલર્ટ; રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશમાં સૌથી ગરમ દેશના 15થી વધુ રાજ્યોમાં શુક્રવારથી ગરમીથી રાહત મળવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપીમાં આગામી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. બિહારના 32 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 60kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે રાજસ્થાનમાં જયપુર સહિત 11 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ છે. જેસલમેર, ફલોદી, ગંગાનગર, બીકાનેરમાં ગઈકાલે હીટવેવની સૌથી વધુ અસર જોવા મળી હતી. બુધવારે રાજસ્થાનનું શ્રીગંગાનગર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું, અહીં તાપમાન 48°C ને પાર કરીને 48.2°C સુધી પહોંચ્યું. મહારાષ્ટ્રના નાગપુરમાં છેલ્લા ત્રણ દિવસમાં 16 લોકોના મૃતદેહ રેલવે સ્ટેશન, રસ્તા, ફ્લાયઓવર નીચે સહિત અન્ય સાર્વજનિક સ્થળોએથી મળ્યા. પ્રશાસનને આશંકા છે કે હીટવેવના કારણે આ લોકોના મોત થયા છે. નાગપુરમાં બુધવારે પણ મહત્તમ તાપમાન 46°C રહ્યું. પહાડી રાજ્યોની વાત કરીએ તો આજે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને કરા પડી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર નવતપામાં શરીરને અંદરથી કૂલ રાખવું છે?, આ 8 ફળો ઠંડક આપશે, 9 નેચરલ ડ્રિંક્સ લૂ સામે રક્ષણ આપશે; હેલ્થ રિસ્કથી બચવા 9 ટિપ્સ અપનાવો નવતપાના 9 દિવસમાં ગરમી તેની પરાકાષ્ઠા પર હોય છે. આ દરમિયાન તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે. તેની સીધી અસર શરીર પર પડે છે. તીવ્ર તડકો, લૂ અને ઉચ્ચ તાપમાનથી થાક, ડીહાઇડ્રેશન, ચક્કર અને હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ખાનપાનને લઈને રોજિંદા જીવનમાં નાના-નાના ફેરફારો ખૂબ જ જરૂરી છે. ઠંડી તાસીરવાળા ફળો અને ડ્રિંક્સ શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને દિવસભર ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તેથી ‘કામના સમાચાર’માં આજે એવા ફૂડ્સ વિશે વાત કરીશું, જે નવતપાની ભીષણ ગરમીમાં કૂલ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સાથે જ જાણીશું કે, નવતપાની આપણા શરીર પર શું અસર થાય છે?, નવતપામાં કઈ વસ્તુઓ ખાવા-પીવાથી બચવું જોઈએ? વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    એન્જિનિયરિંગ વિદ્યાર્થી સાથે રૂ. 96 હજારની છેતરપિંડી:નવસારીમાં ટેલિગ્રામ પર 'ટાઈપિંગ જોબ'ના નામે ઓનલાઈન ઠગાઈ
    Next Article
    Gujarat Weather LIVE | બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો, ધોધમાર આગાહી | Heavy Rains | Monsoon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment