Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉષાબેન તલરેજા ભાવનગરના નવા મેયર બન્યા:ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા ચૂંટાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓનું જુઓ ફોટો સાથેનું લિસ્ટ

    3 days ago

    ભાવનગરમાં ઉષાબેન તલરેજા મેયર બન્યા છે. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નવી બોડીની પ્રથમ બેઠક આજે 28 મેએ મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. ઇન્ચાર્જ કમિશનર ડો.મનીષ બંસલે અધ્યક્ષતા કરી હતી. ભાજપના ​ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા આ પ્રથમ સભામાં મનપાના નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવી હતી. ​સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી, જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા. જેમાં સર્વાનુમતી ન સધાતા બંને દાવેદારો વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના ​ઉષાબેન તલરેજા 44 મત અને કોંગ્રેસના ​જશુબેન બારૈયા 8 મત મળ્યા હતા, ​ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી હતી. અશોક બારૈયા ડેપ્યુટી મેયર બન્યા નિમણૂંક બાદ તુરંત જ મેયર ઉષાબેન તલરેજાએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. નવા મહિલા મેયરના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે દાવેદારી થઈ હતી. ભાજપના સભ્યની 43 મતોની સ્પષ્ટ બહુમતી સાથે અશોક બારૈયાની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. ​આ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય મહત્વની કમિટીઓ અને પદો પર પણ નિમણૂંક જાહેર કરાઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક રીંકુબેન માંગુકિયા વરણી કરવામાં આવી હતી. તમામ નવા ચૂંટાયેલા હોદ્દેદારોની મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાનેથી વિધિવત નિમણૂંક કરાયા બાદ ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓને સભ્યો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ કમલમ પહોંચ્યા:સોલા ઉમિયાધામ ખાતે કરશે ભવ્ય હોસ્ટેલનું લોકાર્પણ, 1600 વિદ્યાર્થીઓ માટે ફાઇવ સ્ટાર જેવી સ્માર્ટ સુવિધાઓ
    Next Article
    AI Surpassing Humans Debate Heats Up As Google AI Boss Tightens Timeline

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment