Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત વિકાસ પરિષદ દ્વારા પાલનપુરમાં ભાગવત કથા:અધિક માસ નિમિત્તે સાત દિવસીય ધાર્મિક આયોજન

    2 days ago

    ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અધિક માસ નિમિત્તે સાત દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ એગોલા રોડ, પાલનપુર ખાતે 24 મે થી 30 મે 2026 સુધી યોજાઈ રહ્યો છે. આ પવિત્ર કથામાં સરસ્વતીબેન શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. કથામાં શાખાના સભ્યો ઉપરાંત આજુબાજુની સોસાયટીઓના રહીશો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભક્તજનો રોજ હાજરી આપી રહ્યા છે. આ સમગ્ર આયોજનમાં શાખા પ્રમુખ લાલજીભાઈ જુડાલ, મંત્રી રમેશભાઈ, કાર્યક્રમ સંયોજક દિલીપભાઈ અખાની તથા સહ-સંયોજક હિરેનભાઈ સાથે શાખાની મહિલા ટીમમાંથી સ્મિતાબેન, કલ્પનાબેન અને લીનાબેન સહિત પ્રાંત સભ્યો અને શાખાના તમામ સભ્યો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે દરરોજ ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત કથાના અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવ, રુક્મણી વિવાહ, ગજાનન નીકાળ તથા ૫૬ ભોગ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ રહ્યા છે. આ આયોજન ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક બની સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ‘મિડનાઇટ ઓર્ડર કલ્ચર’, સચિવાલય-મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલ:36 SO, 81 DySO અને 27 ડેપ્યુટી કલેક્ટરથી મામલતદાર સુધીની બદલી, 9ને પ્રમોશન
    Next Article
    મધ્યપ્રદેશમાં ગુજરાતી પ્રવાસીઓની બસ-કાર પર પથ્થરમારો:બેને ઈજા, હદ મામલે પોલીસે ખો આપ્યાનો આક્ષેપ, નીતિન ગડકરી હાઈવે બનાવે તો સિક્યુરિટીની જવાબદારી પણ લે: પ્રવાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment