Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાન પછી ઓમાનને ટ્રમ્પની ધમકી:કહ્યું- હોર્મુઝ પર કોઈનો કંટ્રોલ સહન નહીં કરીએ, ઉડાવી દઈશું, મને ચૂંટણીની પરવા નથી

    3 days ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન પછી હવે ઓમાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને અહીં કોઈ એક દેશનો કબજો ન હોઈ શકે. દુનિયાના તમામ જહાજોને અહીંથી પસાર થવાની આઝાદી હશે. ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર નજર રાખીશું, પરંતુ તેને કોઈ નિયંત્રિત નહીં કરે. ઈરાન તેને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ આવું નહીં થાય. આ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર છે. ઓમાનને પણ બાકીના દેશોની જેમ વર્તવું પડશે, નહીં તો તેને ઉડાવી દઈશું. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને લાગ્યું હતું કે તેઓ વાતચીતમાંથી પીછેહઠ કરશે, પરંતુ હવે તેહરાન પાસે સમજૂતી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વ્હાઇટ હાઉસમાં કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, ‘ઈરાનને લાગ્યું હતું કે તેઓ મને રાહ જોવડાવીને થકવી દેશે. તેમને લાગ્યું કે મારી સામે મિડટર્મ ચૂંટણીઓ છે, પરંતુ મને તેની પરવા નથી. ઈરાન હવે ફક્ત સમજૂતી કરવા માંગે છે.’ છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ… 1. ઈરાન-અમેરિકા ડીલનો દાવો- ઈરાને દાવો કર્યો કે અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રારંભિક સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર થયો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પુનઃસ્થાપિત કરવા અને અમેરિકી સૈન્યની હાજરી ઘટાડવાનો પ્રસ્તાવ સામેલ છે. 2. અમેરિકાએ રિપોર્ટને ખોટો ગણાવ્યો- વ્હાઇટ હાઉસે ઈરાની મીડિયાની શાંતિ સમજૂતીવાળી રિપોર્ટને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો. અમેરિકાએ કહ્યું કે બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારનો સત્તાવાર ડ્રાફ્ટ તૈયાર થયો નથી. 3. લેબનોનમાં ઇઝરાયલી હુમલા તેજ- દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા અને 40 ઘાયલ થયા. સતત હુમલાઓ વચ્ચે લોકોમાં ભય છે અને મોટા પાયે સ્થળાંતર ચાલુ છે. 4. ઈરાને ભારતીય નાવિકોને છોડ્યા- ઈરાને લાંબા રાજદ્વારી પ્રયાસો બાદ જુલાઈ 2025થી અટકાયતમાં રાખવામાં આવેલા 10 ભારતીય નાવિકોને મુક્ત કર્યા. તમામ નાવિકો ટૂંક સમયમાં ભારત પરત ફરશે અને હાલમાં સુરક્ષિત હોવાનું જણાવાયું છે. 5. હમાસ કમાન્ડરને મારવાનો દાવો- ઇઝરાયલે ગાઝામાં હવાઈ હુમલામાં હમાસની સૈન્ય શાખાના નવા કમાન્ડર મોહમ્મદ ઓડેહને મારવાનો દાવો કર્યો. આ હુમલો ગાઝા સિટીની રહેણાંક ઇમારત પર ઘણા મહિનાઓની દેખરેખ બાદ કરવામાં આવ્યો હતો. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Dharmendra Pradhan’s guide to surviving India’s exam crisis
    Next Article
    7 મનપાને ચૂંટણીના એક મહિના બાદ મળશે મેયર:સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતીઓ વચ્ચે કટ્ટર સ્પર્ધા, કોર્પોરેટરો આવી પહોંચ્યા, હિનાબેન તાલિયા લડ્ડુ ગોપાલ સાથે આવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment