Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી:ચાર દિવસ રાજ્યમાં આફતના એંધાણ; દરિયાકાંઠાના ભેજવાળા પવનો ફૂંકાતા રાત્રિ પણ અસહ્ય ગરમી

    3 days ago

    રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત્ રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર રહ્યો. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44°C સાથે સૌથી ગરમ રહ્યું, અહીંનું લઘુત્તમ તાપમાન 28.6°C નોંધાયું છે, જ્યારે મહત્તમ સામાન્ય કરતા 1.6°C વધારે રહ્યું. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં 1.7°C જેટલું વધુ હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9°C રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7°C વધુ હતું. આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ 43.3°C અને લઘુત્તમ તાપમાન 26.6°C નોંધાયું હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5°C, અમરેલીમાં 42.1°C અને ડીસામાં 41.8°C નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થઈ શકે છે. અકળામણભર્યું હવામાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ગરમ અને ભેજવાળા પવનને કારણે રાત્રે પણ અકળામણ (ડિસ્કમ્ફર્ટ) ભર્યું વાતાવરણ રહે છે. આગામી બે દિવસ હજુ લોકોએ અસહ્ય અકળામણનો સામનો કરવો પડશે. વરસાદ અને વાવાઝોડાની આગાહી ચોમાસાની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું 27 મે, 2026ના રોજ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. આગામી 2-3 દિવસમાં તે દેશના અન્ય ભાગોમાં વધુ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આજથી (28 મે) એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    હિંદુ-ખ્રિસ્તીઓની જમીન પર વકફના દાવાથી તણાવ વધ્યો:કેરળમાં 404 એકર જમીન માટે 600 પરિવારોની લડાઈ
    Next Article
    બોટાદમાં ડમ્પર ચાલકે વીજ પોલ પાડ્યા:PGVCL ટીમે રાતોરાત વીજ પુરવઠો પૂર્વવત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment