Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પરષોત્તમ માસ નિમિત્તે દેવી ભાગવત કથા:છીપર ફળી સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા આયોજન કરાયું

    2 days ago

    જામનગરમાં પાવન પરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા અધિક જેઠ સુદ 8 (23 મે, 2026, શનિવાર) થી અધિક જેઠ સુદ 15 (31 મે, 2026, રવિવાર) સુધી ચાલશે. કથા ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઇ સમાજની વાડી, સુભાષ માર્કેટ પાછળ, ભોઇવાડા ખાતે યોજાઈ રહી છે. દરરોજ સવારે 9:30 થી 12:30 અને સાંજે 4 થી 7 કલાકે કથાનું શ્રવણ કરી શકાશે. વ્યાસપીઠ પરથી કેતનભાઈ પુંજાણી (કેતન મહારાજ) કથાનું અમૃત રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન જગદંબા પ્રાગટ્ય પ્રસંગ, મહિષાસુર મર્દિની પ્રાગટ્ય ઉત્સવ, દેવી સહસ્ર નામાવલી યજ્ઞ, તુલસી વિવાહ અને શિવ વિવાહ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. 30 મે, 2026 ના રોજ સાંજે મહાપ્રસાદનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા આજુબાજુના વિસ્તારના લોકોને આ કથાનો શ્રવણ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત; જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
    Next Article
    મસાલાની પીચકારીથી દીવાલો ગંદી થઈ હતી:મણિનગરના અંડરબ્રિજની દીવાલોને રંગરોગાન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment