Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત; જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, પરંતુ હવે 'મેયર' પદ માટે ખરો ખેલ શરૂ થયો છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આજે બીજા તબક્કાવારમાં વાપી મનપામાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વાપી નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બની છે. વાપી મનપામાં હવે પ્રથમ ટર્મના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી ચેરમેનના નામોને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. 13 વોર્ડ અને કુલ 52 બેઠક માટે યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ BJPએ બહુમતી હાંસલ કરી છે. 52 બેઠક પૈકી 41 બેઠક BJP પાસે છે. 11 બેઠક કોંગ્રેસ પાસે છે. હવે સત્તાના ટોચના હોદ્દાઓ પર કોની પસંદગી થશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પક્ષના મોવડી મંડળ દ્વારા ગમે તે ક્ષણે સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા વચ્ચે દાવેદારો અને તેમના સમર્થકો સક્રિય બન્યા છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. કુલ 52 બેઠકમાંથી ભાજપના ખાતામાં 37 બેઠક ગઈ હતી, જ્યારે કોંગ્રેસને 11 બેઠક મળી હતી અને 4 અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. જોકે બાદમાં અપક્ષ પેનલે ભાજપનો ખેસ ધારણ કરતા ભાજપની સંખ્યા વધીને 41 પર પહોંચી ગઈ છે, જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠક યથાવત્ રહી છે. મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા સવારે 11:30 કલાકે યોજાનાર છે. બેઠક પૂર્ણ થયા બાદ મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી નોંધાવવાનો સમય આપવામાં આવશે. જો એક કરતાં વધુ ઉમેદવારી નોંધાશે તો કોર્પોરેટરો દ્વારા મતદાન યોજાશે, જ્યારે એક જ ઉમેદવાર હશે તો તે બિનહરીફ જાહેર થશે. વોર્ડ નંબર-4ની કોર્પોરેટર દિપીકાબેન પટેલનું નામ સૌથી વધુ મજબૂત આ વખતે મેયર પદ પછાત વર્ગની મહિલા કોર્પોરેટર માટે અનામત જાહેર થતા ભાજપમાં મહિલા ચહેરાઓ વચ્ચે આંતરિક હરીફાઈ તેજ બની છે. હાલ સ્થાનિક રાજકારણમાં મુખ્યત્વે ત્રણ મહિલા કોર્પોરેટરના નામો ચર્ચામાં છે, જેમાં વોર્ડ નંબર-4ની કોર્પોરેટર દિપીકાબેન પટેલનું નામ સૌથી વધુ મજબૂત માનવામાં આવી રહ્યું છે. મેયર પદની સાથે ડેપ્યુટી મેયર પદ માટે પણ ચર્ચાઓ જોરમાં સંગઠન અને વહીવટમાં પકડ ધરાવતા ચહેરાઓમાં મિતેષ દેસાઈનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ મનપાની નાણાકીય અને નીતિગત બાબતોમાં મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદ માટે પણ મજબૂત દાવેદારો વચ્ચે દોડ ચાલી રહી છે. કારોબારી ચેરમેન પદ માટે જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને હાલ વોર્ડ નંબર-6ના કોર્પોરેટર સતિષભાઈ પટેલનું નામ ખૂબ જ પ્રબળ માનવામાં આવી રહ્યું છે. સંગઠનમાં લાંબા સમયથી સક્રિય અને અનુભવ ધરાવતા નેતા તરીકે તેમની ગણના થતી હોવાથી પક્ષ હાઈકમાન્ડ તેમની તરફ ઝુકી શકે તેવી ચર્ચા છે. નવી રચાયેલી મહાનગરપાલિકાનું આ પ્રથમ બોર્ડ હોવાથી પક્ષ હાઈકમાન્ડ જ્ઞાતિ સમીકરણ, વિસ્તારવાર પ્રતિનિધિત્વ અને વહીવટી અનુભવ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય કરશે. સામાન્ય રીતે આવી મહત્વની વરણીઓમાં પૂર્વ પાલિકા પ્રમુખો, સંગઠનના અનુભવી હોદ્દેદારો અને લોકપ્રિય ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે, જે હાલ ચર્ચાતા નામોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. હાલ પક્ષ સ્તરે સેન્સ લેવાની પ્રક્રિયા અને આંતરિક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં નામોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા વચ્ચે વાપીના રાજકીય માહોલમાં ભારે ચહલપહલ અને ઉત્સુકતા જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી IPLના નવો 'સિક્સર કિંગ':65 સિક્સ ફટકારી ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, એક સિઝનમાં 600+ રન બનાવનાર સૌથી યુવા બેટર
    Next Article
    રાજકોટમાં સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10%નો વધારો:CNG-ડિઝલના ભાવ વધારાનો બોજ 8 જૂનથી 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment