Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ચોમાસા પૂર્વેની તૈયારી માટે બેઠક યોજાઈ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા કરાઈ

    4 दिन पहले

    ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસા સત્ર-2026ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિઓ સામે અસરકારક રાહત, બચાવ અને પ્રતિસાદ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ રાહત અને બચાવ કામગીરી, ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા, વિભાગો વચ્ચે સંકલન તથા આપત્તિ સમયે ત્વરિત કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મામલતદાર કચેરી, ચોટીલા ખાતે કાર્યરત ડિઝાસ્ટર શાખામાં ઉપલબ્ધ સાધન સામગ્રી જેવી કે લાઇફ જેકેટ, બોયા, દોરડા અને વરસાદ માપક યંત્ર સહિતની બચાવ કામગીરી માટેની સામગ્રીની ઉપલબ્ધતા તથા તેની સજ્જતા અંગે સમીક્ષા કરાઈ હતી. સંભવિત અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોની ઓળખ કરી સ્થળાંતર આયોજન, આશ્રય સ્થાનોની ઓળખ, ટેમ્પરરી પ્લાન, રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી ટીમોની રચના તથા વિભાગવાર જવાબદારીઓ નક્કી કરવા સૂચનાઓ અપાઈ હતી. પી.જી.વી.સી.એલ. વિભાગને વરસાદ કે કુદરતી કારણોસર વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તે માટે આગોતરી ટીમો તૈયાર રાખવા તથા જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી હતી. સરકારી ગોડાઉનમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે આવશ્યક દવાઓ, મેડિકલ સ્ટાફ અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત વિભાગોને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, કોઝ-વે વિસ્તારમાં ચેતવણીના સાઇનબોર્ડ લગાવવા, નગરપાલિકા વિસ્તારમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા, જર્જરિત બિલ્ડિંગોનો ઉપયોગ ટાળવા, પાણી નિકાલ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, વૃક્ષો પડવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આગોતરી કામગીરી કરવા તથા ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા સજ્જ રાખવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ વિભાગોને ચોમાસા પૂર્વેની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરી આપત્તિ સમયે ઝડપી અને અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી ચોટીલા, ચીફ ઓફિસર નગરપાલિકા ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર આણંદપુર (ભા), તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલા, અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર ચોટીલા, તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર (પી.જી.વી.સી.એલ.) ચોટીલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલા, સંકલિત બાળ વિકાસ અધિકારી ચોટીલા, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગ (પંચાયત) સુરેન્દ્રનગર, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) સુરેન્દ્રનગર, મદદનીશ ખેતી નિયામક ચોટીલા તથા વેટરનરી ઓફિસર પશુ ચિકિત્સક દવાખાનું ચોટીલા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં બકરી ઈદ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP અને PI સહિતના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
    Next Article
    State Health Department on alert | Ebola virus ને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ| News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment