Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં બકરી ઈદ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:DYSP અને PI સહિતના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

    4 दिन पहले

    પાટણ શહેર અને જિલ્લામાં આવતીકાલે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ના તહેવારની ઉજવણી થવાની છે. આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પાટણ પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે. DYSP પરેશ રેણુકા અને એ ડિવિઝન PI કે.જે. ભોંય સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસનો કાફલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી રવાના થઈ શહેરના વ્યસ્ત વિસ્તારો જેવા કે મેન બજાર, હીંગળા ચાચર અને બગવાડા દરવાજા સુધીના માર્ગો પર ફર્યો હતો. આ પેટ્રોલિંગમાં PSI અને અન્ય પોલીસ સ્ટાફ પણ મોટી સંખ્યામાં જોડાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન અધિકારીઓએ સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો. તહેવાર પૂર્વે પોલીસની આ સક્રિયતાથી લોકોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. તહેવારના દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી દેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ દેખરેખ રાખી રહી છે જેથી કોઈ અફવા કે ખોટા સંદેશા ફેલાતા અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં બકરી ઈદ પૂર્વે પોલીસનું ફ્લેગ માર્ચ:શાંતિ અને સુરક્ષા જાળવવા તંત્ર સજ્જ
    Next Article
    ચોટીલામાં ચોમાસા પૂર્વેની તૈયારી માટે બેઠક યોજાઈ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment