Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવાના 'સાંતેજ હોમ્સ'ના એક મકાનમાંથી યુવકનો કોહવાયેલો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલી લાશમાંથી દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો, મૃતક સાથે રહેતા મિત્રો ફરાર; પોલીસને હત્યાની આશંકા

    4 days ago

    અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા 'સાંતેજ હોમ્સ' ફ્લેટના એક બંધ મકાનમાંથી હાથ-પગ બાંધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી, જેના આધારે વટવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. છેલ્લા ત્રણથી ચાર દિવસથી રૂમમાં પડી રહેલી લાશ સંપૂર્ણપણે કોહવાઈ ગઈ હોવાથી મૃતકની હજી સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસે આશંકાના આધારે ગુનો નોંધી મૃતદેહને તાત્કાલિક પેનલ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો ધારી તપાસ શરૂ કરી છે. બંધ મકાનમાં મિત્રો સાથે રહેતો હતો મૃતક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એ. વછેટાએ જણાવ્યું હતું કે, સાંતેજ હોમ્સ ફ્લેટના D-13 નંબરના મકાનમાં આશરે ચારથી પાંચ જેટલા યુવકો સાથે રહેતા હતા. મકાન માલિકે આ ફ્લેટ એક યુવકને ભાડે આપ્યો હતો, પરંતુ આશ્ચર્યજનક રીતે જે યુવકે ભાડા કરાર કર્યો હતો તે પોતે ત્યાં રહેતો નહોતો. તેની જગ્યાએ અન્ય યુવકો આ મકાનનો ઉપયોગ કરી રહ્યા હતા અને બીજા બેથી ત્રણ લોકોની ત્યાં અવારનવાર અવરજવર રહેતી હતી. ચાર મિત્રો ગાયબ થતાં હત્યાની પ્રબળ આશંકા આ ફ્લેટમાં રવિ, કિશન, સુરજ અને અન્ય એક વ્યક્તિ એમ કુલ ચાર મિત્રો સાથે રહેતા હોવાની પોલીસને માહિતી મળી છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દ્વારા આ તમામ યુવકોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં એક પણ મિત્રનો સંપર્ક થઈ શક્યો નથી અને તમામના ફોન બંધ આવી રહ્યા છે. હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવવી અને મકાનમાં સાથે રહેતા તમામ મિત્રોનું એકાએક ગાયબ થઈ જવું, તે આ કેસમાં કોઈ મોટી અદાવત કે ઝઘડામાં થયેલી ક્રૂર હત્યા તરફ ઈશારો કરે છે. હાલ વટવા પોલીસે ફરાર થઈ ગયેલા તમામ શંકાસ્પદ મિત્રોની શોધખોળ કરવા અને મૃતકની સાચી ઓળખ મેળવવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: પેટ્રોલ-ડીઝલમાં લૂંટનો ખેલ:પ્રજાનો ખો અને ઓઇલ કંપનીઓને બખ્ખાં, યુદ્ધનાં બહાને વસૂલીનો કારસો, જાણો મોદી સરકારના રોદાણાંનું સત્ય
    Next Article
    વલસાડની કેરીની વિશ્વભરમાં માંગ, 2 લાખ ટન ઉત્પાદનનો અંદાજ:ધરમપુર કેરી માર્કેટ ધમધમી ઉઠ્યું, 450થી વધુ કેરીના સ્ટોલ ઉભા કરાયા, હજારો આદિવાસીઓને રોજગારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment