Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્માર્ટ સુરતમાં સ્વચ્છતાના નામે ભેદભાવ?:કતારગામમાં બ્રિજ નીચે રંગ-રોગન ને મોંઘા ડાટ છોડના કુંડા, તો ભેસ્તાનમાં કચરાના ઢગલાઓ; મનપાના અધિકારીનો ગોળગોળ જવાબ

    6 दिन पहले

    સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં ડંકો વગાડતી સુરત મનપાના વહીવટી તંત્રની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એવોર્ડ મેળવવાની ઘેલછામાં આખા શહેરને એકસમાન ન્યાય આપવાના બદલે વિસ્તારો જોઈને ભેદભાવભરી નીતિ અપનાવવામાં આવી રહી છે તેવું સામે આવ્યું છે. એક તરફ કતારગામ બ્રિજ નીચે રંગ-રોગનના લપેડા મારી, મોંઘા ડાટ છોડના કુંડા ગોઠવીને વિદેશી રસ્તાઓ જેવી ઝાકઝમાળ ઊભી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સુરતના જ ભેસ્તાન વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગીય જનતાને કચરાના સડતા ઢગલાઓ, ખુલ્લી ગટરો અને તૂટેલા ઢાંકણાઓ વચ્ચે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા માટે મજબૂર કરી દેવાઈ છે. મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ માત્ર કાગળ પર અને વીઆઈપી રૂટ પર સુરતને નંબર વન સાબિત કરવા કમર કસી રહ્યા છે. પરંતુ છેવાડાના ભેસ્તાન જેવા વિસ્તારોમાં નાગરિકો પ્રાથમિક સ્વચ્છતા માટે વલખાં મારી રહ્યા છે, જે સત્તાધીશોની ઓરમાઈ નીતિ અને સ્વચ્છતા સર્વેક્ષણની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. મનપાના અધિકારીનો ગોળગોળ જવાબ એક જ શહેરની અલગ અલગ પરિસ્થિતિ વિશે આરોગ્ય અધિકારીને સવાલ કરતા તેને ગોળગોળ જવાબ આપ્યા હતાં. આરોગ્ય અધિકારી ઉમરીકરે જણાવ્યું હતું કે, ઘરનો ડ્રોઈંગ રૂમ સારો હોય તો બેડરૂમ ખરાબ હોય તો તેને સારો કરવાના પ્રયાસ કરવામાં આવે, તેમ જે કચરો છે ત્યાં સાફ-સફાઈ કરાવવામાં આવશે. શહેરનો સારો ચહેરો રજૂ કરવા કમિશનરની ટીમ ફેલ કે શું? સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન અને તેમની આખી ટીમ અત્યારે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ સમક્ષ શહેરનો સારો ચહેરો રજૂ કરવા માટે દિવસ-રાત એક કરી રહી છે. તેના ભાગરૂપે કતારગામ વિસ્તારમાં આવેલી સરકારી મિલકતો, ફ્લાયઓવર બ્રિજની નીચેની ખાલી જગ્યાઓનું કાયાકલ્પ કરી દેવાયું છે. બ્રિજના પિલરો પર આકર્ષક ચિત્રો દોરવામાં આવ્યા છે, રસ્તાઓ પરથી ધૂળનો એક કણ પણ ગાયબ કરી દેવાયો છે અને સુશોભિત છોડના કુંડાઓ મૂકીને ગ્રીન બેલ્ટ તૈયાર કરાયો છે. કતારગામમાં ઝાકમઝોળ તો બીજી તરફ ભેસ્તાનમાં મનપાનો ભેદભાવ! પરંતુ જનતા પૂછી રહી છે કે, શું આ વૈભવી સુશોભન માત્ર સર્વેની ટીમને પ્રભાવિત કરવા માટે જ છે? કતારગામ બ્રિજ નીચે કરવામાં આવેલી આ ઝાકઝમાળ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. જ્યારે આ જ સ્માર્ટ સિટીના ટેક્સપેયર નાગરિકો શહેરના અન્ય ખૂણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય, ત્યારે માત્ર અમુક ચોક્કસ વિસ્તારોને જ લાઈમલાઈટમાં રાખવાની આ માનસિકતા પક્ષપાતી ગણાય. ભેસ્તાનમાં કચરાના મોટા-મોટા ઢગલા ને ગંદકીનો ગંજ કતારગામથી તદ્દન વિપરીત અને કમકમાટી ઉપજાવે તેવી સ્થિતિ ભેસ્તાન વિસ્તારના અલગ-અલગ મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જોવા મળી રહી છે. અહીં પગ મૂકતાની સાથે જ ખબર પડી જાય છે કે મહાનગરપાલિકા માટે આ વિસ્તાર સુરતનો ભાગ જ નથી! ભેસ્તાનની મુખ્ય સડકોથી લઈને અંદરના રસ્તાઓ પર કચરાના મોટા-મોટા ઢગલા જામી ગયા છે. દિવસો સુધી અહીંથી કચરો ઉપાડવામાં આવતો નથી, જેના કારણે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વકર્યો છે. તૂટેલા ગટરના ઢાંકણાથી લોકોમાં રોષ રસ્તાની વચ્ચે જ તૂટેલા ઢાંકણા ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જી શકે છે. વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ પોતાનો જીવ હથેળીમાં રાખીને અહીંથી પસાર થાય છે. કતારગામમાં કરોડોના ખર્ચે કુંડા ખરીદવા માટે બજેટ છે, પણ ભેસ્તાનમાં ગટરના ઢાંકણા બદલવા માટે તંત્ર પાસે ફંડ નથી કે પછી ઈચ્છાશક્તિનો અભાવ છે? મનપા દ્વારા સુવિધાઓ આપવામાં આટલો મોટો તફાવત કેમ? આ બંને વિસ્તારોની તુલના કરતા એક મોટો વહીવટી સવાલ એ ઊભો થાય છે કે, શું સ્વચ્છતા સર્વેક્ષણનો એવોર્ડ માત્ર વીઆઈપી અને પોશ વિસ્તારોના જોરે જ મેળવી લેવાય છે? સુરત શહેર જ્યારે દેશમાં પ્રથમ નંબરે આવે છે, ત્યારે તેનો યશ આખા શહેરના નાગરિકોને જાય છે અને ટેક્સ પણ આખા શહેરની જનતા સરખો જ ભરે છે. તો પછી સુવિધાઓમાં આટલો મોટો તફાવત કેમ?
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં VIP દર્શનના નામે છેતરપિંડી:ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી
    Next Article
    Vav Tharad News: દિયોદરમાં SDM પર હુમલા બાબતે Congress ના નેતાઓ સામે પોલીસ ફરિયાદ | Deodar | Fir

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment