Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુવક પર હિંસક હુમલો:તલવાર અને પાઇપોથી હુમલો કરતા યુવકનું માથું ફૂટ્યું, લોહીલુહાણ થયો, યુવકે કહ્યું: હું ચા પીવા જ ગયો ને મારી પાસે પૈસા જોઈને હુમલો કર્યો

    5 दिन पहले

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક યુવકનું માથું ફૂટ્યું હતું અને લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યારે અન્ય એક યુવકને સામાન્ય લઈ જઈઓ થઈ હતી. જેથી બંનેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ડાયલ-112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેપી રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત યુવકે સુફિયાને જણાવ્યું હતું કે, હું તાંદલજા વિસ્તારમાં આવેલા એકતા નગરમાં ચા પીવા ગયો હતો. ત્યાં કેટલાક લોકોએ મારા પર હુમલો કરી દીધો હતો. મારી પાસે જે પૈસા હતા તે પણ છીનવી લીધા હતા, જેથી હું ત્યાંથી ભાગી ગયો હતો. તેઓએ તલવારો અને પાઇપથી મારા પર હુમલો કર્યો હતો. મને માર્યો એ અમજદ દારૂની સ્મગલિંગ કરે છે. હું તો બસ ચા પીવા જ ગયો હતો. મારી પાસે પૈસા જોઈને તેણે મારા પર હુમલો કરી દીધો હતો. તેણે આવીને મને કહ્યું કે 'મને પૈસા આપી દે'. મેં ના પાડી કે 'હું નહીં આપું', એટલે તેણે હુમલો કરી દીધો. તેની સાથે બીજા 6-7 લોકો પણ હતા. ઇજાગ્રસ્ત યુવકના પિતા ઈશ્તખાર ખાન એ જણાવ્યું હતું કે, મારો દીકરો ત્યાં ચા પીવા માટે ગયો હતો. તે જ્યારે ચા પી રહ્યો હતો, ત્યારે તે લોકોએ તેના પાસે 20થી 25 હજાર જેટલા રૂપિયા જોયા અને તે છીનવવાનો પ્રયત્ન કર્યો અને છીનવી લીધા હતા. ત્યારબાદ તેને માર માર્યો હતો અને તલવાર વડે તેના પર હુમલો કરી દીધો હતો. એક છોકરાએ મને ફોન કરીને આ વિશે જણાવ્યું હતું, ત્યારે અમે અમારા દીકરાને ત્યાંથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એ લોકોએ મારા દીકરા પાસે પૈસા જોયા હતા. તે લોકો ચરસી છે અને દારૂ-ગાંજાનો ધંધો કરે છે. અમે પોલીસને જાણ કરી નથી, કારણ કે, મારા દીકરાનો જીવ બચાવવા માટે અમે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ લઈને ભાગ્યા હતા. હવે અમે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જઈશું. અત્યારે તો અમારી એ જ માંગ છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહીં થાય તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું.
    Click here to Read More
    Previous Article
    હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:કમલેશ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન; નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, ગાંધીધામ, પોરબંદરમાં જાહેરાત
    Next Article
    વડોદરાના મદનઝાંપા રોડ પર જૂની અદાવતને મારામારી:બે જૂથ આમને-સામને આવી જતા મારામારી થઈ ગઈ, લાકડાના દંડાથી હુમલો થતાં બંને પક્ષના લોકો ઇજાગ્રસ્ત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment