Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:કમલેશ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન; નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, ગાંધીધામ, પોરબંદરમાં જાહેરાત

    6 दिन पहले

    AMCના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે. દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂં તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ છે. મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉતમ સુરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતીભાઈ પડસુંભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે.
    Click here to Read More
    Previous Article
    માતા ગંગાને 25,500 ફૂટની ચુંદડી ચઢાવી:501 લિટર દૂધથી અભિષેક, ગંગા દશેરા પર અયોધ્યાના ઘાટો પર ભીડ; 1.25 લાખ શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવી
    Next Article
    વડોદરામાં યુવક પર હિંસક હુમલો:તલવાર અને પાઇપોથી હુમલો કરતા યુવકનું માથું ફૂટ્યું, લોહીલુહાણ થયો, યુવકે કહ્યું: હું ચા પીવા જ ગયો ને મારી પાસે પૈસા જોઈને હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment