Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપ સરકાર સર્જીત ડીઝલની તંગી અને મોંઘવારીમાથી મુકિત આપો':​જૂનાગઢમાં કોંગ્રેસે બળદગાડા સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું; ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    6 days ago

    ​જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલની ભારે અછત, વધતી જતી અસહ્ય મોંઘવારી તેમજ ખેડૂતો અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓના વિરોધમાં બળદગાડા સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાસક પક્ષની જનવિરોધી નીતિઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'ડીઝલ વગર આ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે' આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ડીઝલની અછતના કારણે જગતનો તાત ગણાતો ખેડૂત અને પ્રાઈવેટ કોમર્શિયલ વાહન ચાલકો ભયંકર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પૂરતા પ્રમાણમાં ઇંધણ ન મળવાના કારણે લોકોને 44 ડિગ્રી જેવા કાળઝાળ તાપમાનમાં બબ્બે દિવસ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. હાલમાં ચોમાસાની વાવણી નજીક હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા પાંચ વખત સાતી ચલાવવાની હોય છે, પરંતુ ડીઝલ વગર આ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે કિસાનોનો આખો પાક ચક્ર જોખમમાં મુકાયો છે. ‘પ્રત્યેક ખેડૂતને ડીઝલનો જથ્થો અગ્રતાના ધોરણે સીધો ફાળવવામાં આવે’ આ ઉપરાંત ખેડૂતો અને નાના કોમર્શિયલ તેમજ પેસેન્જર વાહન માલિકોએ બેંક લોન કે ફાઇનાન્સ દ્વારા વાહનો ખરીદ્યા છે, પરંતુ વાહનો ચાલતા ન હોવાથી તેમની આજીવિકા બંધ થઈ ગઈ છે અને તેઓ લોનના આર્થિક હપ્તા ભરી શકે તેવી સ્થિતિમાં નથી. જો સમયસર હપ્તા ન ભરાય તો ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વાહનો જપ્ત કરવાની નોબત આવી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે પ્રત્યેક ખેડૂતને વાવણી માટે પ્રતિ વીઘા 10 લીટર અથવા એકર દીઠ 50 લીટરથી વધુ ડીઝલનો જથ્થો અગ્રતાના ધોરણે સીધો ફાળવવામાં આવે અને ખેડૂતો તેમજ નાના વાહન ચાલકોને આગામી 6 મહિના સુધી બેંક લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ આપવામાં આવે. '​દેશના વડાપ્રધાન તેમને લાઇનમાં ઊભા રાખવાનું કામ કરી રહ્યા છે' આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય યુથ સેક્રેટરી નિખિલ દ્વિવેદીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજે આખા દેશની જનતા ડીઝલ-પેટ્રોલની મોંઘવારીથી પરેશાન છે. યુવાનો બેરોજગારીથી પરેશાન છે અને નીટ (NEET) ની પરીક્ષાઓ રદ થઈ રહી છે, 24 લાખ વિદ્યાર્થીઓ આજે પોતાની પરીક્ષા નથી આપી શકતા, તેના કારણે પરેશાન છે. વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે અને દેશના વડાપ્રધાન જે ગુજરાતથી આવે છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે ગુજરાતથી આવે છે, તેઓ ઇટાલી જઈને મેલોનીને મેલોડી ખવડાવવાનું કામ કરી રહ્યા છે. એક તરફ દેશની જનતા મોંઘવારીથી પરેશાન છે, હાહાકાર મચેલો છે, બીજી તરફ દેશના વડાપ્રધાન તેમને લાઇનમાં ઊભા રાખવાનું કામ કરી રહ્યા છે. ક્યારેક આધારના નામે તેમને લાઇનમાં ઊભા રહેવું પડે છે, ક્યારેક મોંઘવારી-બેરોજગારીના નામે તેમને લાઇનમાં ઊભા રહેવું પડે છે, ક્યારેક નોટબંધીના નામે તેમને લાઇનમાં ઊભા રહેવું પડે છે અને આજે દેશનો ખેડૂત પ્રવેશ કરીને પેટ્રોલ-ડીઝલ મેળવવા માટે લાઇનમાં ઊભો છે. 'દેશને લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે' નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આવા સમયે જ્યારે દેશના વડાપ્રધાન કહે છે કે તમે ઇંધણ વાપરવાનું છોડી દો, વર્ક ફ્રોમ હોમ કરો, તમે વિદેશ યાત્રા છોડી દો, ત્યારે નરેન્દ્ર મોદી પોતે છ-છ દેશોની વિદેશ યાત્રા પર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પહેલા દિવસે તો દેખાડો કરવા માટે સાઇકલ ચલાવી રહ્યા હતા, બેટરી વાળી ગાડીઓમાં ફરી રહ્યા હતા. આજે તેઓ 20-20 ગાડીઓના કાફલામાં ફરી રહ્યા છે અને આજે દેશ કઈ રીતે પરેશાન છે તેની નરેન્દ્ર મોદીને કોઈ પરવા નથી. બીજી તરફ, મેલોડી ચોકલેટ વહેંચવામાં આવી રહી છે, જે રીતે આજે દેશને લોલીપોપ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. આના વિરોધમાં આજે જૂનાગઢમાં અમે લોકો બળદગાડા પર સવાર થઈને કલેક્ટરના નામે આવેદનપત્ર આપવા આવ્યા હતા. યુથ કોંગ્રેસનું આંદોલન આખા રાજ્યમાં ચાલુ છે. આવનારા સમયમાં અમે રસ્તા પર પણ ઉતરીશું, સાંસદોના ઘરનો પણ ઘેરાવ કરીશું અને મંત્રીઓના ઘરોનો ઘેરાવ કરીને વિરોધ કરવાનો પ્રયાસ કરીશું. ‘ભાજપની કથની અને કરણીમાં ઘણો તફાવત છે’ તેને વધુમાં કહ્યું કે, તેઓ માત્ર એક દેખાડો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, તેઓ દેખાડો કરવાનું કામ કરે છે. તેમના મોંમાં રામ અને બગલમાં છૂરી હોય છે. તેઓ પહેલા દિવસે તો સાઇકલમાં ફર્યા, તેઓ પહેલા દિવસે બેટરી વાળી ગાડીઓમાં ફર્યા, ઓટોમાં ફર્યા અને વીડિયો બનાવ્યો, રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી. પરંતુ આજે ફરીથી એ જ નેતા-મંત્રીઓનો કાફલો 20-20 ગાડીઓનો છે, જેનાથી ડીઝલ-પેટ્રોલનો બગાડ થઈ રહ્યો છે. આ માત્ર દેખાડો છે. ભાજપની કથની અને કરણીમાં ઘણો તફાવત છે. વિદેશ પ્રવાસમાં તો નરેન્દ્ર મોદીજી માત્ર દેશને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જે દેશ માટે રશિયા પ્રવેશ કરીને પેટ્રોલ-ડીઝલ આપવા તૈયાર છે, પરંતુ એપ્સ્ટિન ફાઇલમાં તેમનું નામ આવવાના કારણે આજે નરેન્દ્ર મોદી અમેરિકા અને ટ્રમ્પ સામે સરેન્ડર છે. અમેરિકા અને ટ્રમ્પ સામે સરેન્ડર છે, એટલા માટે આજે જનતાએ આટલું મોંઘું ડીઝલ-પેટ્રોલ વાપરવું પડી રહ્યું છે. ‘મોદીજી તો એક સમયે એમ પણ કહેશે કે ઓક્સિજન પણ ન લો, ખાવાનું પણ ન ખાશો’ તેને વધુમાં કહ્યું કે, બીજી તરફ જ્યારે બંગાળની ચૂંટણી હોય છે ત્યારે બાંગ્લાદેશ પર મોટા-મોટા આક્ષેપો લગાવે છે.હિન્દુ-મુસ્લિમની વાતો કરે છે અને જ્યારે સાઉદી અરેબિયા જાય છે ત્યારે એ જ મુસ્લિમ નેતાઓને ગળે મળે છે અને સુપરહિટ ફિલ્મ જેવી રીલ્સ બનાવવાનો પ્રયાસ કરે છે. અને આજે બાંગ્લાદેશને અહીંનું ડીઝલ-પેટ્રોલ સસ્તા ભાવે મોકલવામાં આવી રહ્યું છે. તો આજે કઈ રીતે ઘૂસણખોરોને ભગાડ્યા પછી બાંગ્લાદેશથી વિરોધની વાત કરે છે નરેન્દ્ર મોદી, હું તેમને પ્રશ્ન પૂછવા માંગું છું. જી, નરેન્દ્ર મોદીજી તો એક સમયે એમ પણ કહેશે કે ઓક્સિજન પણ ન લો, ખાવાનું પણ ન ખાશો. આજે તેમને ખબર જ નથી કારણ કે આજે તેમના લગ્ન નથી થયા. કોઈના બાળકોના લગ્ન હોય છે ત્યારે મંગળસૂત્ર ખરીદવું જરૂરી હોય છે, વીંટી ખરીદવું જરૂરી હોય છે, સોનું હોય છે, લગ્નમાં સોનાની જરૂર પડે છે, પરંતુ નરેન્દ્ર મોદીજીને આની ખબર જ નથી. કારણ કે નરેન્દ્ર મોદીજીના કોઈ બાળકો નથી, તેથી તેમના લગ્ન કે કોઈ શુભ પ્રસંગો પર તેમણે કોઈ કાર્યક્રમ જ આયોજિત નથી કર્યો. ‘આ સરકારની બેદરકારી, આ કિસાનો પ્રત્યેની જે કૂટનીતિ છે એ બંધ કરે’ ​જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢમાં અને ગુજરાતમાં ખેડૂતોને જે પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો આપવામાં નથી આવતો, ત્યારે આજે અમે ખેડૂતોને સાથે રાખીને કલેક્ટર મારફત આ સરકારને વિનંતી કરીએ છીએ અને એમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ સરકાર ખેડૂતનો તાત જ્યારે દુઃખી છે અને એક વીઘામાં 10 લીટર ડીઝલની જરૂરિયાત હોય ત્યારે એ ખેડૂતને એક કેરબામાં 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે. આ તંત્રની ઘોર બેદરકારી અને આ સરકારની બેદરકારી, આ કિસાનો પ્રત્યેની જે કૂટનીતિ છે એ બંધ કરે. ‘મેલોડી ચોકલેટની જરૂર નહીં, ગુજરાતના ખેડૂતોને, જૂનાગઢના ખેડૂતોને ડીઝલની જરૂર છે’ આ ગુજરાત, ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોય અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે, બુટલેગરો વેચે છે, તો આ બુટલેગરોને ડીઝલની જવાબદારી આપી દો ને સરકારને કહું? તો પણ ડીઝલ પૂરું થઈ જાશે. અને દેશના વડાપ્રધાન મેલોડી ચોકલેટ એ વિદેશમાં જઈને વેચે છે. આજે મેલોડી ચોકલેટની જરૂર નહીં, ગુજરાતના ખેડૂતોને, જૂનાગઢના ખેડૂતોને ડીઝલની જરૂર છે. ત્યારે ડીઝલની લાઈનોમાં ઊભા રહીને આ 44 ડિગ્રી તાપમાનમાં ખેડૂતનો તાત એ દુઃખી થઈ રહ્યો છે, ત્યારે આજે કલેક્ટર મારફત આ સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો આવનારા દિવસોમાં હજી પણ ખેડૂતોની પ્રત્યેની નીતિ આટલી ખરાબ અને કૂટનીતિ રહી તો ઉગ્ર આંદોલન કરીશું અને હું વિનંતી કરું છું સરકારને કે એક એકર દીઠ 50 લીટરથી વધારે ડીઝલ જોઈએ. ત્યારે ખેડૂત એ પેટ્રોલ પંપે લાઈનમાં ઊભો હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાની ફોર્ચ્યુનર લઈ ફૂલ ટાંકી કરીને વયો જાય, આ વિરોધ એનો છે એટલે સરકારને વિનંતી કરવા માટે આજે આવેદનપત્ર આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલ -ડીઝલના ભાવ ફરી વધ્યા:ફ્યૂઅલની અછતના લીધે 2 ફ્લાઇટ કેન્સલ, 127 તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની જાહેરાત,સગીરે 33 વર્ષના યુવકે માર્યા છરીના ઘા
    Next Article
    નિકોલમાં 1.66 કરોડના સોનાના દાગીના ચોરીનો કેસ:મયુર માળીના જામીન નકારતી કોર્ટ, મહિલા આરોપીના આક્ષેપો પર ક્રાઇમબ્રાંચ અને નિકોલ પોલીસે જવાબ રજૂ કરવા સમય માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment