Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં બાંધકામ મંજૂરીમાં વિલંબ:સુડાની ધીમી કામગીરી સામે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    6 days ago

    ગીર સોમનાથના ઓજી વિસ્તારમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે બાંધકામ ક્ષેત્રના ધંધાર્થીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સોમનાથ અર્બન ડેવલપમેન્ટ એરિયા (સુડા) દ્વારા મંજૂરી આપવામાં થતી ધીમી કામગીરી સામે વેપારીઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. વેરાવળના બિલ્ડર, ડેવલોપર, બ્રોકર, એડવોકેટ, આર્કિટેક્ટ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સહિતના બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અગ્રણીઓએ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, વેરાવળના ગામતળ અને ટીપી વિસ્તારોમાં બાંધકામ મંજૂરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, સુડા હેઠળ આવતા ઓજી વિસ્તારમાં મંજૂરી આપવા અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ધંધાર્થીઓએ અગાઉ પણ ગામતળ અને ટીપી વિસ્તારોમાં મંજૂરીમાં વિલંબ થતા આવેદનપત્ર આપ્યું હતું, જેના પરિણામે ત્યાં પ્રક્રિયા શરૂ થઈ શકી હતી. હવે તેઓ વેરાવળના ઓજી વિસ્તાર તેમજ જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓમાં બાંધકામ મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. આવેદનપત્રમાં લેખિત રજૂઆત દ્વારા બાંધકામ મંજૂરીની પ્રક્રિયાને સરળ બનાવવા અને ઓજી વિસ્તારમાં તાત્કાલિક મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર પર બાંધકામ ક્ષેત્રના અનેક અગ્રણીઓએ હસ્તાક્ષર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દસ્તાવેજોમાં બાયોલોજીકલ પિતાનું નામ ઉમેરવા હાઇકોર્ટમાં અરજી:માતાએ બીજા લગ્ન કરતા યુવતી નાનપણથી સાવકા પિતા સાથે રહી હતી, કોવિડમાં માતાનું મોત થતાં સગા પિતા સાથે રહેવા ગઈ
    Next Article
    ખજૂરાવાડી 50 વર્ષ જૂનો પ્રોપર્ટી વિવાદ:ભાડુઆત સામે મકાન માલિકનો દાવ ઉલટો પડ્યો, 'વિવાદ સિવિલ છે, ગુનો નહીં'; સુરત કોર્ટની લાલગેટ પોલીસને લપડાક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment