Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ડર્ટી ક્રિપ્ટો’ના તાર ટેરર ફંડિંગ સુધી:ઇઝરાયેલ-હમાસ કનેક્શન વચ્ચે સાયબર એક્સલન્સની મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ઝડપાયો

    1 week ago

    ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ‘ડર્ટી ક્રિપ્ટો’ કેસમાં વધુ એક મોટો ખુલાસો કરતા ગુલામ અલી નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી ઝઇદ સિદ્દીકીના પૈસા ગુલામ અલી દ્વારા ક્રિપ્ટો વોલેટ મારફતે કન્વર્ટ કરવામાં આવતા હતા. આ સમગ્ર નેટવર્કના તાર આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક અને ટેરર ફંડિંગ સુધી પહોંચતા હોવાના સંકેતો મળતા એજન્સીઓ પણ એલર્ટ બની ગઈ છે. 10 લાખથી વધુની રકમ અલગ-અલગ વોલેટથી ટ્રાન્સફર કરી હતી તપાસમાં ખુલ્યું છે કે, અગાઉ ઝડપાયેલા આરોપી સલમાન અને નાવેદે પૂછપરછ દરમિયાન ગુલામ અલીનું નામ બહાર પાડ્યું હતું. સાયબર એક્સલન્સ ટીમે બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો વોલેટની ટેક્નિકલ તપાસ કરતા જાણવા મળ્યું કે, ગુલામ અલી 8 ટકા કમિશન લઈને રૂપિયા ક્રિપ્ટોમાં કન્વર્ટ કરતો હતો. તપાસ મુજબ તેણે આશરે 10 લાખ રૂપિયાની રકમ અલગ-અલગ વોલેટ મારફતે ટ્રાન્સફર કરી હતી. તપાસમાં વધુ ચોંકાવનારો ખુલાસો એ થયો કે, ઝઇદ સિદ્દીકી અને તેના પિતાના ખાતામાં એક જ મ્યુલ એકાઉન્ટ મારફતે પૈસા ટ્રાન્સફર થયા હતા. અગાઉ ઇઝરાયેલ તરફથી જોડાયેલા એક વોલેટમાં આશરે 43 લાખ રૂપિયાની રકમ આવી હોવાનું પણ સામે આવ્યું છે. એજન્સીઓ હવે આ પૈસાનો ઉપયોગ ક્યાં થયો અને કયા નેટવર્ક સાથે જોડાણ હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. વોલેટ ટ્રેકિંગ અને બેંકિંગ ડેટાની સ્ક્રુટીની શરૂ કરી સાયબર એક્સલન્સની ટીમે સમગ્ર ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કને લઈને ટેક્નિકલ એનાલિસિસ, વોલેટ ટ્રેકિંગ અને બેંકિંગ ડેટાની સ્ક્રુટીની શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ નેટવર્કનો ઉપયોગ હવાલા, ક્રિપ્ટો ટ્રેડિંગ અને સંભવિત ટેરર ફંડિંગ માટે થતો હોવાના સંકેતો મળતા તપાસ વધુ ગંભીર બની છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં AAA દ્વારા છાસનું વિતરણ:રાહદારીઓ અને શ્રમિકોને ઠંડી મસાલા છાસ અપાઈ
    Next Article
    તસ્કરોને ઢસડી-ઢસડીને માર્યા, અધમૂઆ થઈ ગયાં, VIDEO:ગાંધીનગરમાં રામદેવપીર મંદિરમાં ત્રાટકેલી રાજસ્થાનની ગેંગને લોકોએ રંગેહાથ દબોચી; ભગવાનના આભૂષણો-રોકડ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment