Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં રેતી ભરેલું ડમ્પર ગટર ચેમ્બરમાં ખૂંપ્યું:પોલીસ હેડ ક્વાર્ટર નજીક ફસાયું, ક્રેનથી બહાર કઢાયું

    1 week ago

    ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર નજીક એક મોટી ઘટના ટળી હતી. રેતી ભરેલું એક ડમ્પર ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ફસાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ હેડ ક્વાર્ટર પાસેથી પસાર થઈ રહેલું રેતી ભરેલું ડમ્પર અચાનક રસ્તા પર આવેલી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં ઉતરી ગયું હતું. ડમ્પરનો વજન વધુ હોવાને કારણે તે ચેમ્બરમાં ખરાબ રીતે ફસાઈ ગયું અને એક તરફ નમી ગયું હતું. આ ઘટનાને પગલે મુખ્ય રસ્તા પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ડમ્પરનું ભારે વજન હોવાથી તેને સામાન્ય રીતે બહાર કાઢવું અશક્ય હતું. આથી, તેને બહાર કાઢવા માટે ઘટના સ્થળે બે મહાકાય ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત અને કલાકોની મશક્કત બાદ આખરે ડમ્પરને ગટરની ચેમ્બરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ડમ્પર હટાવ્યા બાદ ટ્રાફિક હળવો થતાં તંત્ર અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    કરચલિયાપરામાં જુગાર રમતા 6 ઝડપાયા:લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડા પાડતા 5 ફરાર, 58 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    ગોધરામાં કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે 16 ટીમ વચ્ચે સ્પર્ધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment