Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યા રાયનો એન્જલ લુક:વ્હાઈટ ટક્સીડો-ફેધર બોઆ સાથેના ડ્રામેટિક ડ્રેસમાં રેડ કાર્પેટ પર વૉક કર્યું, ચાહકો સાથે ખાસ મુલાકાત કરી

    1 सप्ताह पहले

    પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા 24 વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ઐશ્વર્યા રાય બચ્ચન દરેક વખતે પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં યોજાયેલા 79માં કાન ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઐશ્વર્યાનો એન્જલ લુક જોવા મળ્યો હતો. તેના ડ્રામેટિક ડ્રેસ અને ચાહકો સાથેની ખાસ મુલાકાતે સૌના દિલ જીતી લીધાં. ટ્રેડિશનલ ગાઉનના બદલે પાવરફુલ ટક્સીડો ઐશ્વર્યા રાય બચ્ચને કાનના છેલ્લા દિવસે રેડ કાર્પેટ માટે ટ્રેડિશનલ ગાઉન છોડીને એક અત્યંત આધુનિક અને પાવરફુલ વ્હાઇટ કસ્ટમ ટક્સીડો પર પસંદગી ઢોળી હતી. તેણે શાર્પ શોલ્ડર્સ અને ફોર્મલ કટ સાથેનો બ્લેઝર પહેર્યો હતો. બ્લેઝરના કોલર પર સિલ્વર શિમરી અને સિક્વન્સનું બારીક વર્ક કરવામાં આવ્યું છે. બ્લેઝરની સાથે તેણે મેચિંગ વ્હાઇટ કલરનું લૂઝ-ફિટેડ પેન્ટ પહેર્યું છે, જેના પર નેટ ફેબ્રિક પર ઝિણવટભરેલી ડિઝાઈન અને શિમર દેખાઈ રહ્યા છે. ચાઇનીઝ ડિઝાઈનર ચેની ચાનના આ આઉટફીટમાં આકર્ષણનું કેન્દ્ર તેના હાથ અને ખભા પરથી લહેરાતો વિશાળ વ્હાઇટ ફેધર બોઆ (પીંછાવાળો સ્કાર્ફ) છે. આ લુકમાં તે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી છે. આ લુકને મોહિત રાય દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો છે. સ્ટેટમેન્ટ રિંગ્સ અને વેવી હેર ઐશ્વર્યાએ આ ડ્રામેટિક લુકને બેલેન્સ કરવા માટે ઇયરિંગ કે નેકલેસ પહેરવાનું ટાળ્યું છે. ડ્રેસને કોમ્પિલમેન્ટ આપવા માટે તેણે સ્ટેટમેન્ટ રિંગ્સ પર પસંદગી ઢોળી છે. સાથે જ તેણે વ્હાઇટ હાઈ હિલ્સ પહેરી છે. ઐશ્વર્યાએ સ્મોકી આઇઝ સાથે પ્લમ શેડ લિપસ્ટિક લગાવી છે, જે ડ્રેસ સાથે સરસ કોન્ટ્રાસ્ટ ઊભો કરી રહી છે. તેણે વાળને ખુલ્લા રાખ્યા છે. સોફ્ટ વેવ્ઝ અને ગ્લોસી વાઇન રેડ હેર કલર તેના ચહેરાને સરસ ફ્રેમ આપી રહ્યા છે. પરંપરા, પ્રતિષ્ઠા, અનુસાશન બચ્ચન પરિવાર હંમેશાથી તેમના ચાહકો સાથે ખૂબ સારી રીતે મળતો જોવા મળ્યો છે. આ જ પરંપરાને ઐશ્વર્યા પણ આગળ વધારી રહી છે. વાસ્તવમાં કાનના રેડ કાર્પેટ પર વોક કર્યા બાદ ઐશ્વર્યા જ્યારે હોટલ પહોંચી, ત્યારે કેટલાક ચાહકોએ તેને ઘેરી લીધી. ફેન્સને જોઈને ઐશ્વર્યા પણ ખૂશ થઈ ગઈ. એક યુવતીએ તેની સાથે ફોટો ક્લિક કરાવવાનું કહેતા એક્ટ્રેસે તેને પાસે બોલાવી, તેના ગાલ પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા અને તેની સાથે ફોટો ક્લિક કરાવ્યો. આ ચાહકને મળ્યા બાદ તે જેવી આગળ વધી કે એક મહિલા તેની પાસે આવ્યા. ઐશ્વર્યાએ તરત તેમનું અભિવાદન કર્યું, તો મહિલાએ પણ ઐશ્વર્યાનો હાથ પકડી લીધો અને કહ્યું કે, 'તમે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છો.' ઐશ્વર્યાએ પણ તેમનો આભાર માન્યો અને ત્યાં હાજર દરેક વ્યક્તિ સાથે ફોટો ક્લિક કરાવ્યા. વિશ્વ સુંદરીએ ચાહકોના દિલ જીત્યા ઐશ્વર્યાના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. યુઝર્સ તેની વિનમ્રતા અને સુંદરતાના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે. કાન 2026માં ઐશ્વર્યાના લુક ક્લોઝિંગ સેરેમનીના એક દિવસ પહેલાં તે દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ દરમિયાન અબિસ બ્લૂ રંગના ડિઝાઈનર ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ સાથે જ દીકરી આરાધ્યાએ પણ કાનમાં ગ્લેમરસ લુકમાં અનઓફિશિયલી ડેબ્યૂ કરી લીધું છે.
    Click here to Read More
    Previous Article
    Weather Update : Delhi-NCR में अब इस दिन होगी बारिश, नौतपा में कैसा रहेगा मौसम? | Weather Report
    Next Article
    અમેરિકા-કેલિફોર્નિયામાં ડિઝનીલેન્ડ નજીક કેમિકલ ટેન્ક લીક:ઝેરી ગેસ-ટેન્ક ફાટવાનું જોખમ; 40 હજાર લોકોએ ઘર છોડ્યું, સ્કૂલો બંધ, શેલ્ટર ફુલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment