Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:રાજકોટ મનપાના ગોડાઉનમાંથી હવે સામાન ગુમ નહીં થાય

    1 सप्ताह पहले

    મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા આખું વર્ષ રોડ ઉપર નડતર તેમજ મંજૂરી વગર રાખવામાં આવેલી રેંકડી-કેબિન, પાથરણા સહિતનો સામાન જપ્ત કરી ગોડાઉનમાં રાખવામાં આવે છે અને 60 દિવસ બાદ પરત અપાય છે, પરંતુ અનેક વેપારીઓએ પોતાનો સામાન ગોડાઉનમાં બદલી જતો અથવા અન્ય કોઈ લઈ જતા હોવાની ફરિયાદો ઉઠતા હવે મનપા સોફ્ટવેર તૈયાર કરી સામાન જપ્ત કરતી વખતે લોકેશન સાથેનો ફોટો અપલોડ કરશે. જેના આધારે અરજદારને તેનો સામાન લેતી વખતે સોફ્ટવેરમાં ફોટામાં બતાવ્યા મુજબનો તેનો સામાન પરત આપવામાં આવશે. એક સપ્તાહમાં તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે તેમ દબાણ હટાવ અધિકારી એ જણાવ્યું હતું. મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા રોડ ઉપર નડતરરૂપ તેમજ મંજૂરી વગર રાખવામાં આવતી રેંકડી-કેબિન પાછળના તેમજ મંડપ, છાજલી, બોર્ડ-બેનર સાહિત્યનો સામાન જપ્ત કરવામાં આવે છે. જપ્ત કરેલ સામાન 80 ફૂટ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં રાખવામાં આવતો હોય છે. આ સામાન અરજદારને 60 દિવસ બાદ મળવા પાત્ર છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અરજદારોની ફરિયાદ ઉઠી હતી કે તેમનો જપ્ત કરેલો સામાન ગોડાઉનમાંથી મળતો નથી. જેના લીધે આ સામાન અન્ય અરજદારો લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ દબાણ હટાવ વિભાગ ફક્ત સામાન જપ્ત કરી અરજદારને રસીદ આપે છે જેના આધારે 60 દિવસ બાદ સામાન પરત મળે છે. જેના લીધે અરજદારનો સામાન ક્યા પ્રકારનો હતો તે સામાન જપ્ત કરનાર કર્મચારીઓને પણ યાદ હોતું નથી. પરિણામે લેભાગુ અનેક વેપારીઓ પોતાનો નબળો સામાન હોય તેની જગ્યાએ કીર્તિ સામાન લઈ જાય છે, સાથે અનેક વેપારીઓને નુકસાની સહન કરવી પડે છે. આ બાબતની ફરિયાદો ઉઠતા અંતે મનપાએ સચોટ ઉપાય શોધી કાઢ્યો છે. દબાણ હટાવ અધિકારી બારૈયાના જણાવ્યા મુજબ હવે મેપ સાથેનો સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના આધારે સામાન જપ્ત કરતી વખતે સ્થળનું લોકેશન અને ક્યા પ્રકારનો સામાન છે તેનો ફોટો સોફ્ટવેરમાં અપલોડ થઈ જશે અને તેની લિંક અરજદારને આપવામાં આવશે. જેના આધારે 60 દિવસ બાદ અરજદાર સામાન છોડાવવા માટેની અરજી કરતા વિભાગ સોફ્ટવેર મારફતે અરજદારના મોબાઇલમાં લિંક ઓપન કરી તેનો સામાન ક્યા પ્રકારનો છે અને ક્યાંથી જપ્ત કરવામાં આવ્યો તે તમામ વિગત ઉપલબ્ધ થઈ જશે. જેના આધારે ગોડાઉન ખાતે ફરજ બજાવતા કર્મચારી લિંક ચેક કર્યા બાદ અરજદારને તેનો જ સામાન પરત કરશે. આ સોફ્ટવેર બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સંભવત: એક સપ્તાહ બાદ શરૂ થઈ જશે. ત્યારબાદ કોઈ અરજદાર સામાન બાબતે ફરિયાદ નહીં કરી શકે અને લેભાગુઓને પણ બીજાનો સામાન લઈ જવો અઘરો બનશે તેમ અધિકારી બારૈયાએ જણાવ્યું હતું
    Click here to Read More
    Previous Article
    હેત હેલ્પિંગ હેન્ડ્સ ટ્રસ્ટનો કરાઓકે એવોર્ડ શો:સિંગિંગ, એક્ટિંગ, ડાન્સિંગ અને કોમેડી સ્પર્ધા યોજાઈ, ઈનામનું વિતરણ કરાયું
    Next Article
    Tamilnadu Thoothukudi Wetlands Bird Boom | તમિલનાડુના થૂથુકુડીમાં પક્ષીપ્રેમીઓ માટે આનંદના સમાચાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment