Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:પગપાળા સફારીનો અનુભવ કરાવતો દેશ

    6 days ago

    નિતુલ ગજ્જર નોર્મન કારે મુલાકાતીઓને પગપાળા જંગલમાં ફરવા લઈ જવાની શરૂઆત કરી ગલ સફારી હવે આપણા માટે અજાણ્યો શબ્દ નથી. એટલે જ તો 2025માં જંગલ સફારી પાછળ દુનિયાભરમાં 3,664 કરોડ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો. ડીપ માર્કેટ રિસર્ચ ડોટ કોમ અનુસાર આ આંકડો 2030 સુધીમાં છ હજાર કરોડને પાર કરી જશે. જેમ લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થતા જાય છે, તેમ તેઓ જંગલ સફારી અને પ્રકૃતિ પ્રત્યે આકર્ષાય છે. હકીકતે જંગલ સફારી વખતે આપણે ઘણી રીતે કુદરતને હાનિ પણ પહોંચાડીએ છીએ. જોકે, દુનિયામાં એક એવો પણ દેશ છે, જ્યાં કુદરતને જરાય તકલીફ આપ્યા વગર પણ સફારીની મજા લઈ શકાય છે. ઝામ્બિયા આફ્રિકાનો એકમાત્ર દેશ છે, જે પગપાળા જંગલ સફારી પર ભાર મૂકે છે. ઝામ્બિયા એટલે આમ તો નાનકડો દેશ, આર્થિક રીતે ખાસ સમૃદ્ધ નહીં. પણ અહીંનું પર્યાવરણ ખૂબ જ સમૃદ્ધ અને ખાસ તો ઓછું છંછેડાયેલું છે. ઝામ્બિયા પગપાળા જંગલમાં ભ્રમણ કરવા પર વધુ ભાર મૂકે છે. જંગલમાં પગપાળા જવાની ઝામ્બિયાની આ પ્રથા આજકાલની નથી, પોણી સદીથી ચાલી આવતી પરંપરા છે. 1950ના દશકમાં અહીંના ‘દક્ષિણ લુઆંગવા નેશનલ પાર્ક’માં નોર્મન કાર નામના ગાઈડ હતા. જેમણે મુલાકાતીઓને પગપાળા જંગલમાં ફરવા લઈ જવાની શરૂઆત કરી હતી. એ સમયે જંગલ સફારીનો અર્થ શિકાર થતો. માટે લોકોનું ધ્યાન જાનવરોને મારવા કરતા પ્રકૃતિને સમજવા તરફ દોરાઈ એ માટે નોર્મને આ પ્રથા શરૂ કરી હતી. જેનું અનુકરણ આજે પણ ઝામ્બિયાના જંગલોમાં કામ કરતા નિષ્ણાતો કરે છે. ઝામ્બિયામાં સફારી માટેના વિકલ્પ દક્ષિણ લુઆંગવા નેશનલ પાર્ક ઝામ્બિયામાં સફારી માટે આવતા મોટા ભાગના પ્રવાસીઓ અહીં જ આવે છે. છતાં આ જંગલમાં તમને એકલતા, નિરાંત અને બિનજરૂરી શોરબકોર વગર ફરવાનો મોકો મળે છે. તેમાં પણ જો પગપાળા સફારી કરશો તો સંભવત જંગલી જાનવરો દેખાવાની શક્યતાઓ પણ વધશે. આ નેશનલ પાર્કમાં દીપડા દેખાવા સૌથી સામાન્ય છે. જે ઉપરાંત ખુલ્લા મેદાની વિસ્તારમાં સિંહ, જીરાફ, ગેંડા અને ઝીબ્રા પણ જોવા મળશે. હાથી, હિપ્પો, નાઈલ મગરમચ્છ, ઈમ્પાલા અને ભેંસ સહિત કુલ 60 પ્રજાતિના જીવ જોવાનો મોકો મળશે. તદુપરાંત આ નેશનલ પાર્કમાં 400 પ્રજાતિનાં પક્ષીઓ વસે છે, જેમાં 39 પ્રકારના શિકારી પક્ષીઓ પણ સામેલ છે. લોવર ઝામ્બેઝી નેશનલ પાર્ક નદીના નીચાણવાળા વિસ્તારમાં સ્થિત આ નેશનલ પાર્ક પગપાળા ઉપરાંત રિવર સફારી માટે વધુ જાણીતું સ્થળ છે. નદીમાં પડેલા હાથી અને હિપ્પોનાં ટોળાં, કિનારે તડકો ખાતા મગરમચ્છ અને પાણી પીતાં અન્ય જાનવરોને જોતાં બોટિંગ કરવાનો અનુભવ આ નેશનલ પાર્કને અનોખો બનાવે છે. કાફયુ નેશનલ પાર્ક આ ઝામ્બિયાનો સૌથી જૂનો અને આફ્રિકાનો સૌથી મોટો નેશનલ પાર્ક પણ છે. બાસુંગા તરીકે ઓળખાતો અહીંનો ખૂબ મોટો મેદાની પ્રદેશ જંગલી જાનવરોને શિકાર કરતા જોવા માટે સૌથી સારો વિકલ્પ આપે છે. દુનિયામાં 365 દિવસ વરસાદ પડતો હોય તેવું આ એકમાત્ર સ્થળ છે. ઉપરાંત આ વિસ્તારમાં 900 પ્રજાતિના (સમગ્ર આયર્લેન્ડ જેટલા) છોડવા જોવા મળે છે. } { પગપાળા સફારી વખતે જાનવરો જોવા ઉપરાંત તેમનું પગેરું સમજવાનો મોકો પણ મળે છે. ગાઈડ તમને પશુના મળ, તૂટેલી ડાળીઓ અને વજનથી ઝૂકી ગયેલા નાના છોડ થકી જાનવર કઈ દિશામાં ગયું હશે તે સમજાવે છે. { પગપાળા જંગલમાં ફરો ત્યારે જાનવરો આપણને ખતરો સમજતા નથી. જેનાથી તેઓ વધુ સ્વાભાવિક વર્તન દેખાડે છે. { ખુલ્લા આકાશ હેઠળ પ્રકૃતિની ગોદમાં ચાલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ બાબત વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે.
    Click here to Read More
    Previous Article
    અપડેટ:ગૂગલની નવી નીતિ: ફ્રી સ્ટોરેજ માટે હવે ‘જુગાડ’ નહીં, વેરિફિકેશન ફરજિયાત
    Next Article
    ટૂંકી વાર્તા:મેરે હમદમ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment