Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:"મારા માણસોને ડીઝલ કેમ આપતા‎ નથી? તમારો પંપ બંધ કરાવી દઈશ' '‎: પીએસઆઈની અમરેલીમાં દાદાગીરી‎

    6 days ago

    એક તરફ અમરેલી જિલ્લામાં પંપ પર ડીઝલ મેળવવા લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે બીજી તરફ વિકટર ચોકડીના પંપ માલિકને સુરતના સચિન પોલીસ મથકના પીએસઆઈએ પોતાના માણસોને ડીઝલ નહી આપવાના મુદ્દે ધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. વિકટર ચોકડી પર પંપ ચલાવતા પ્રદ્યુમનભાઈ ખુમાણે ડુંગર પોલીસને આ બાબતે ફરિયાદ આપી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગઈરાત્રે જયસુખ બારૈયાનો માણસ બેરલ લઈ પંપ પર ડીઝલ લેવા આવ્યો હતો. પરંતુ તેને બેરલના બદલે વાહન લઈ આવવાનું કહ્યું હતું. આ મુદ્દે પીએસઆઈ જયસુખ બારૈયાએ પંપના માણસોને ફોન પર ધમકી આપી હતી કે તારો શેઠ શું ગુજરાના પીએમ છે ? ડીઝલ કેમ નથી આપતા? ડીઝલ નહી આપો તો પોલીસ કેસ કરીશ અને પંપ બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેને પગલે પ્રદ્યુમનભાઈએ ડુંગર પોલીસ મથકે દોડી જઈ લેખિત ફરિયાદ આપી હતી. જો કે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી. પીએસઆઈની ધમકીથી પંપના કર્મીઓ ભાગી ગયા ઘટના અંગે પ્રદ્યુમનભાઈ ખુમાણે જણાવ્યું હતું કે પીએસઆઈ જયસુખ બારૈયાએ પંપના માણસોને ફોન પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હોય જેના કારણે માણસો ગભરાઈ ગયા હતા અને ગઈકાલથી નોકરી પરથી ચાલ્યા ગયા હોય આજે પણ પંપ બંધ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કેમ્પનું આયોજન:જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં 500 બાળકો જોડાયા
    Next Article
    Gunfire Near White House, Suspect Shot Dead, Bystander Injured

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment