Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપનો કબજો:પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી, વિજેતાઓને ફૂલહાર પહેરાવી અદકેરું સ્વાગત

    1 सप्ताह पहले

    મહીસાગર જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ શાનદાર પ્રદર્શન કરતા જિલ્લાની તમામ તાલુકા પંચાયતો પર પોતાનો કબજો જમાવ્યો છે. વિવિધ તાલુકા પંચાયતોમાં પક્ષ દ્વારા નવા હોદ્દેદારોની પસંદગી કરી તેમને જવાબદારી સોંપવામાં આવી છે. તાલુકાવાર વરણી પામેલા પ્રમુખ અને ઉપપ્રમુખની યાદી લુણાવાડા: પ્રમુખ તરીકે ભારતીબેન કિરીટભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ બારીયા. બાલાસિનોર: પ્રમુખ પદે રાજેન્દ્રકુમાર વખતસિંહ સોલંકી અને ઉપપ્રમુખ પદે દિપીકાબેન ઠાકોર. કડાણા: પ્રમુખ તરીકે જયંતીભાઈ ડામોર અને ઉપપ્રમુખ તરીકે કપિલાબેન વાગડીયા. ખાનપુર: પ્રમુખ તરીકે કલ્પેશકુમાર ખાટ અને ઉપપ્રમુખ તરીકે સીમાબેન કટારા. કોઠંબા: પ્રમુખ તરીકે અનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ પગી. સંતરામપુર: પ્રમુખ તરીકે રજનીતાબેન તાવીયાડ અને ઉપપ્રમુખ તરીકે રવિરાજભાઈ પારગી. ગોધર: પ્રમુખ તરીકે જગદીશભાઈ બારીયા અને ઉપપ્રમુખ તરીકે રમણભાઈ સેલોત. વિરપુર: પ્રમુખ તરીકે પિન્કીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ માલીવાડ. તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ વરણી બાદ તાલુકાના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી હતી. ભાજપના સ્થાનિક સંગઠન અને કાર્યકરો દ્વારા વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીનો દાવો- વેબસાઇટ બંધ, ઇન્સ્ટાગ્રામ હેક:સ્થાપકે કહ્યું- સરકાર તાનાશાહ, આંદોલન રોકી શકતી નથી; સોનમ વાંગચુકે કહ્યું- હું પણ કોકરોચ
    Next Article
    જે ડોક્ટરે હોસ્પિટલ છોડી તેના નામે 76 ઓપરેશન થયા:સર્જરી કરવા માન્ય નથી તે તબીબે જીવ જોખમમાં મૂક્યા, એક દિવસમાં 3થી વધુ ઘૂંટણ બદલતા; જૂનાગઢની કે.જે. હોસ્પિટલનો ‘કાંડ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment