Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જય ઝાલાવાડ સિનિયર ક્રિકેટ એસોસિયેશનના સભ્યોએ કલેક્ટરની મુલાકાત લીધી:સામાજિક અને રમતગમત પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી

    1 week ago

    જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિયેશનના સભ્ય જે. પી. રાણાએ સંસ્થાની પ્રવૃત્તિઓ, સામાજિક સેવાકીય કાર્યો અને સિનિયર સિટીઝન ખેલાડીઓમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહ જાળવી રાખવા માટેના પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપી હતી. કલેક્ટર જી. એચ. સોલંકીએ ટીમના સભ્યો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી સંસ્થાની કામગીરી અને સકારાત્મક પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી. સિનિયર સિટીઝનોમાં આરોગ્ય, એકતા અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના એસોસિયેશનના પ્રયાસોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન, ટીમ મેનેજમેન્ટના વનરાજસિંહ પરમાર દ્વારા કલેક્ટરને એસોસિયેશનના સભ્યો સાથે ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કલેક્ટર સોલંકીએ આ આમંત્રણનો હર્ષભેર સ્વીકાર કર્યો હતો, જે તમામ સભ્યો માટે ગૌરવ અને પ્રેરણારૂપ ક્ષણ બની હતી. આ પ્રસંગે એસોસિયેશનના સભ્યો જોગેશભાઈ રાવલ, ગેલુભાઈ મકવાણા, પ્રદ્યુમનસિંહ રાણા, પી.પી. જોષી, હર્ષદભાઈ મકવાણા, અંબારામભાઈ પટેલ સહિત પચીસથી વધુ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢની કે.જે. હોસ્પિટલને ગેરરીતિ બદલ 12.50 લાખનો દંડ, શો-કોઝ નોટિસ:મર્યાદાથી વધુ સર્જરીની ગેરરીતિ પકડાઈ, જે ડોક્ટરે હોસ્પિટલ છોડી મૂક્યું તેના નામે 76 ઓપરેશન થયાનો ઘટસ્ફોટ
    Next Article
    પંચમહાલમાં પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’નું વેચાણ ઝડપાયું:LCB અને SOG ટીમે ₹62,900ના 538 પાઉચ જપ્ત કર્યા, 11 વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment