Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’નું વેચાણ ઝડપાયું:LCB અને SOG ટીમે ₹62,900ના 538 પાઉચ જપ્ત કર્યા, 11 વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

    1 सप्ताह पहले

    પંચમહાલ જિલ્લામાં ઉંદર પકડવા માટે પ્રતિબંધિત ગુંદરવાળી ગ્લુ ટ્રેપનું વેચાણ કરતા 11 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે વિવિધ વિસ્તારોમાંથી ₹62,900ની કિંમતના 538 ગ્લુ ટ્રેપ પાઉચ જપ્ત કર્યા છે. પંચમહાલ જિલ્લામાં ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવાતી ગુંદરવાળી પેડ (ગ્લુ ટ્રેપ)ના વેચાણ અને ઉપયોગ પર અધિક કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના ભંગ બદલ LCB અને SOG ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લાના ગોધરા અને હાલોલ સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી 11 કરિયાણાની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન, 538 નંગ પ્રતિબંધિત ગુંદરવાળી ગ્લુ ટ્રેપના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ₹62,900 થાય છે. પોલીસે 11 વેપારીઓ વિરુદ્ધ હાલોલ અને ગોધરા પોલીસ મથકે જાહેરનામા ભંગ બદલ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જય ઝાલાવાડ સિનિયર ક્રિકેટ એસોસિયેશનના સભ્યોએ કલેક્ટરની મુલાકાત લીધી:સામાજિક અને રમતગમત પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી
    Next Article
    Vav Tharad Congress News | કોંગ્રેસના સદસ્યોને અજ્ઞાત સ્થળે ખસેડવાનો મામલે મોટા સમાચાર | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment