Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા:કૃષ્ણાગરમાં જુની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, એક માતા અને બે પુત્રો દોષિત

    1 week ago

    વર્ષ 2020 માં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે મુજબ બનવાના બે વર્ષ પહેલાથી મૃતક મનીષ અને તેના મિત્રોએ એક આરોપી વિજયના પગ તોડી નાખ્યા હતા, જેની જૂની અદાવત રાખીને આ ગુનો આચરવામાં આવ્યો હતો. જુની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો 31 જુલાઈ, 2020ના રોજ રાત્રે ફરિયાદી દક્ષાબેન અને તેમના ભાઈ મનીષ નાસ્તો લેવા જઈ રહ્યા હતા, ત્યારે વિજય ચુનારાના ઘર પાસે આરોપીઓએ તેમને આંતર્યા હતા. આરોપી ભરત અને અન્ય એક વ્યક્તિએ મનીષને પકડી રાખ્યો હતો, જ્યારે વિજય અને અજયે ચપ્પુ વડે મનીષ પર ઉપરાછાપરી જીવલેણ ઘા માર્યા હતા. મૃતક મનીષના પગ પર પથ્થર માર્યો સાહેદ મનોજભાઈ વચ્ચે છોડાવવા પડ્યા તો તેમને પણ ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન વિજયના માતા મંજુબેને પણ ઘરમાંથી આવીને મૃતક મનીષના પગ પર પથ્થર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષનું મૃત્યુ નીપજ્યું હતું. માતા અને બંને પુત્રોને આજીવન કારાવાસની સજા કોર્ટે 38 પુરાવાઓ અને 30 સાક્ષીઓની જુબાનીને આધારે એક જ પરિવારના ચાર આરોપીઓ વિજય ચુનારા, અજય વાઘેલાને, ભરત ચુનારા અને મંજુબેન ચુનારાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પૈકી વિજય અને ભરત મંજુબેનના પુત્ર છે. આમ માતા અને બંને પુત્રોને આજીવન કારાવાસની સજા થઈ છે.
    Click here to Read More
    Previous Article
    વડાળી ગામે પિતાએ ઠપકો આપતાં 18 વર્ષીય યુવતીનો આપઘાત:સવારે ઝાડા-ઉલટી થયા, બપોરે તબિયત લથડી અને સાંજે હોસ્પિટલમાં સગીરાનું શંકાસ્પદ મોત
    Next Article
    સુરતના વિકાસ મોડેલથી કર્ણાટકનું પ્રતિનિધિમંડળ પ્રભાવિત:હુબલી-ધારવાડ મનપાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સ અને આર્થિક મોડેલનો કર્યો વિસ્તૃત અભ્યાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment