Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ તાલુકા પંચાયતમાં ભાજપે પદાધિકારીઓ જાહેર કર્યા:નાથીબેન વાજા પ્રમુખ, હંસાબેન ચુડાસમા ઉપપ્રમુખ બન્યા

    1 week ago

    વેરાવળ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કુલ 22માંથી 13 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. આ જીત બાદ પંચાયતના નવા હોદ્દેદારો અને પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચૂંટાયેલા સભ્યો અને પક્ષના આગેવાનોની હાજરીમાં આ નામો જાહેર કરાયા હતા. પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી કરાયેલા હોદ્દેદારોની યાદી પ્રમુખ: નાથી બાબુ વાજા ઉપપ્રમુખ: હંસા હાજા ચુડાસમા કારોબારી સમિતિ ચેરમેન: ભરત જીણા બાકુ પક્ષના નેતા: લલીતા નાગજી સોલંકી દંડક (વ્હીપ): નરેન્દ્રસિંહ ગોવિંદ ઝાલા આ સમગ્ર નિયુક્તિ પ્રક્રિયાની વિધિવત જાહેરાત વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ આગેવાનો જશા બારડ અને રાજસી જોટવા સહિતના મહાનુભાવોએ નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ દ્વારા સંગઠનાત્મક સમીકરણોને ધ્યાનમાં રાખીને કરાયેલી આ જાહેરાત બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજન
    Next Article
    રાજકોટની તાલુકા પંચાયતોમાં ભાજપના સુકાનીઓ જાહેર:11 તાલુકામાં પ્રમુખ-ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરાયા, કારોબારી ચેરમેન સહિતના અન્ય નામોની આવતીકાલે જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment