Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું અમેરિકામાં રહેતાં સંતાનો માતા-પિતાને સ્પોન્સર કરી શકે?

    1 week ago

    રમેશ રાવલ સવાલ : મારી પુત્રી અમેરિકામાં H-1B વિઝા પર છે અને તેણે ત્યાંના સિટીઝન સાથે લગ્ન કર્યાં છે. હવે તેને ગ્રીનકાર્ડ મળવાની તૈયારી છે, તો શું તે મને અને મારા પત્નીને વિઝિટર વિઝા ઉપર ત્યાં બોલાવી શકે?- મગનભાઈ પટેલ, કલોલ જવાબ: ચોક્કસ બોલાવી શકે છે. મતલબ કે તમારી પુત્રી તેના સ્ટેટસના આધારે તમને સ્પોન્સર કરી શકે છે. તેના અમેરિકન સિટીઝન પતિ પણ ઇન્વિટેશન લેટર મોકલી શકે. જોકે, તમારે ઇન્ટરવ્યૂમાં સાબિત કરવું પડશે કે તમારી પાસે ભારતમાં મજબૂત પ્રોપર્ટી અને ફેમિલી ટાઈઝ છે અને તમે વિઝિટ પૂરી કરીને ચોક્કસ ભારત પાછા આવશો. સવાલ : અમેરિકાના વિઝિટર વિઝા માટે અત્યારે ઇન્ટરવ્યૂના સ્લોટ્સ મળતા નથી અને એપોઇન્ટમેન્ટ માટે લાંબું વેઇટિંગ છે. તો શું ઇમરજન્સીમાં વહેલી એપોઇન્ટમેન્ટ મેળવવાનો કોઈ રસ્તો છે?- પરેશભાઈ શાહ, અમદાવાદ જવાબ: હા, જો મેડિકલ ઇમરજન્સી હોય અથવા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય કે પછી બિઝનેસ માટે તાત્કાલિક મીટિંગ હોય, તો તમે ‘Expedited/Emergency Appointment’ માટે રિક્વેસ્ટ કરી શકો છો. જોકે, આ માટે તમારે મજબૂત પુરાવા રજૂ કરવા પડે છે. સામાન્ય સામાજિક પ્રસંગો માટે ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મળતી નથી. સવાલ : અમેરિકાના વિઝિટર વિઝા ઇન્ટરવ્યૂમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા જોઈએ? શું બધા જ કાગળો ઓફિસર ચેક કરે છે?- ભાવનાબેન, વડોદરા જવાબ: ઇન્ટરવ્યૂમાં મુખ્યત્વે પાસપોર્ટ અને DS-160 કન્ફર્મેશન પેજ જ જોવામાં આવે છે. પરંતુ તમારી આર્થિક સ્થિતિના પુરાવા, પ્રોપર્ટીના કાગળો અને જો નોકરી કરતા હો તો તેની વિગતો સાથે રાખવી જોઈએ. મોટાભાગે ઓફિસર કાગળ જોવાને બદલે તમારા જવાબો પર વધુ ધ્યાન આપે છે. તેથી આત્મવિશ્વાસથી જવાબ આપવો જરૂરી છે. સવાલ : મેં અગાઉ અમેરિકાના વિઝિટર વિઝા લીધેલા છે જે હવે એક્સપાયર થઈ ગયા છે. શું મારે ફરીથી ઇન્ટરવ્યૂ આપવા જવું પડશે કે રિન્યૂ થઈ જશે? - નીતિન મહેતા, સુરત જવાબ: જો તમારા વિઝા છેલ્લાં 4 વર્ષમાં એક્સપાયર થયા હોય, તો તમે ‘Interview Waiver’ એટલે કે ડ્રોપબૉક્સ સુવિધા માટે લાયક બની શકો છો. તમારે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી, ફક્ત ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહે છે. સવાલ : મારો પુત્ર અમેરિકામાં સ્ટુડન્ટ (F-1) વિઝા પર છે. શું તે મને ત્યાં ફરવા માટે સ્પોન્સર કરી શકે? મારી ફાઈલ રિજેક્ટ થવાની શક્યતા કેટલી?- વિષ્ણુભાઈ, માણસા જવાબ: હા, સ્ટુડન્ટ વિઝા ઉપર રહેલો પુત્ર પણ ઇન્વિટેશન મોકલી શકે છે, પણ વિઝિટર વિઝા મેળવવા માટે તમારી પોતાની ભારતમાં આર્થિક ક્ષમતા વધુ મહત્ત્વની છે. જો ઓફિસરને લાગશે કે તમારી આર્થિક સ્થિતિ નબળી છે અને તમે ત્યાં ગયા પછી પાછા નહીં આવો, તો રિજેક્શન આવી શકે છે. સવાલ : અમેરિકામાં રહેતી મારી બહેને મારા માટે F-4 કેટેગરીમાં 2007માં ફાઈલ કરી હતી. અત્યારે વિઝા બુલેટિનમાં કઈ તારીખ ચાલે છે?- શૈલેષ પટેલ, આણંદ જવાબ: F-4 કેટેગરી માટે અત્યારે ભારત માટે 2006ના અંત અને 2007ની શરૂઆતની પ્રાયોરિટી ડેટ્સ ચાલી રહી છે. તમારી ફાઈલ 2007ની હોવાથી, ટૂંક સમયમાં જ તમને NVC (National Visa Center) તરફથી આગળની પ્રક્રિયા માટે જાણ કરવામાં આવી શકે છે. સવાલ : શું વિઝિટર વિઝા ઉપર અમેરિકા જઈને ત્યાં નાનું-મોટું કામ કરી શકાય? જો પકડાઈ જઈએ તો શું થાય?- એક વાચક, હિંમતનગર જવાબ: ના, B1/B2 વિઝા ઉપર અમેરિકામાં કોઈપણ પ્રકારનું કામ કરવું એ કાયદેસર ગુનો છે. જો તમે કામ કરતા પકડાઈ જાઓ, તો તમારા વિઝા રદ થઈ શકે છે અને તમને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં કાયમ માટે અમેરિકાના દરવાજા બંધ થઈ શકે છે. સવાલ : મારા વિઝિટર વિઝા બે વાર રિજેક્ટ થયા છે. શું ત્રીજી વાર એપ્લાય કરવાથી વિઝા મળવાની શક્યતા છે? - રાજેશભાઈ, સુરત જવાબ: હા, વિઝા મળી શકે છે, પણ શરત એ છે કે અગાઉ જે કારણોસર રિજેક્શન આવ્યું હોય તેમાં સુધારો થયો હોવો જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ કે ભારતમાં તમારા ફેમિલી ટાઈઝમાં કોઈ હકારાત્મક ફેરફાર ન થયો હોય, તો ફરીથી રિજેક્શન આવી શકે છે. સવાલ : અમેરિકામાં ગ્રીનકાર્ડ પ્રોસેસમાં ‘Priority Date’ એટલે શું? તે કેવી રીતે નક્કી થાય છે?- મનીષ શાહ, અમદાવાદ જવાબ: જ્યારે તમારા સ્પોન્સર તમારા માટે પિટિશન ફાઈલ કરે અને ઇમિગ્રેશન વિભાગ (USCIS) તેને રિસીવ કરે, તે તારીખને ‘Priority Date’ કહેવામાં આવે છે. આ તારીખ નક્કી કરે છે કે વેઇટિંગ લિસ્ટમાં તમારો નંબર ક્યારે આવશે. જ્યારે તમારી પ્રાયોરિટી ડેટ વિઝા બુલેટિનમાં ‘Current’ થાય ત્યારે જ તમને વિઝા મળી શકે. સવાલ : અમેરિકામાં H-1B વિઝા લોટરીમાં નામ ન આવે તો બીજા કયા વિકલ્પો હોઈ શકે?- અંકિત પટેલ, વડોદરા જવાબ: જો H-1B લોટરીમાં નામ ન આવે, તો તમે O-1 વિઝા, L-1 વિઝા અથવા શક્ય હોય તો માસ્ટર્સ માટે F-1 વિઝા પર જઈને OPT (Optional Practical Training) મેળવી શકો છો. દરેક કેસમાં લાયકાતના ધોરણો અલગ હોય છે.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:કલાપારખુ કૃષ્ણકુમાર સિંહજી
    Next Article
    ડૉક્ટરની ડાયરી:જા, ચબરખી સત્યની લઈને જીવનને શોધજે, સ્વપ્નનાં થોથાપણાથી આંખને પજવીશ ના!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment