Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લાયન્સ ક્લબ દ્વારા મેડિકલ-રક્તદાન કેમ્પ:શનિદેવ મંદિરે ગિરિરાજ હોસ્પિટલ, રેડ ક્રોસના સહયોગથી આયોજન

    1 सप्ताह पहले

    રાજકોટના જુબેલી ગાર્ડન ખાતે આવેલા શનિદેવ અને નવગ્રહ મંદિરમાં 15 મે, 2026ના રોજ શનિવારે (શનિ અમાવસ્યાના દિવસે) લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને લાયન્સ ક્લબ રાજકોટ ગોલ્ડ દ્વારા એક મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગિરિરાજ હોસ્પિટલ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો. જેમાં દર્શનાર્થીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ગિરિરાજ હોસ્પિટલની ડોકટર્સની ટીમે દર્શનાર્થીઓનું ઓક્સિજન ટેસ્ટ, બ્લડ પ્રેશર, સુગર ટેસ્ટ અને સામાન્ય આરોગ્યની તપાસ કરી હતી. કેમ્પમાં લાયન્સ ક્લબ રાજકોટની સમગ્ર ટીમ હાજર રહી હતી, જેમાં પીડીજી હિતેષભાઈ કોઠારી, પીડીજી ભાવનાબેન કોઠારી, પ્રમુખ નીલિમા ગેરિયા, મંત્રી હીના પંચાસરા, આરસી સમીરભાઈ ખીરા, ડીસી શૈલેષભાઈ શાહ, શબ્બીર લોખંડવાલા, મુકેશ પંચાસરા અને નીરવ ગેરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લાયન્સ ક્લબ રાજકોટ ગોલ્ડના રેશ્માબેન સોલંકી, વિપુલભાઈ રાઠોડ અને દેવળિયા સાહેબ સહિતના સભ્યોએ પણ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો. ગિરિરાજ હોસ્પિટલની ડોક્ટર ટીમ અને રેડ ક્રોસ બ્લડ બેંકના સભ્યોની ટીમે સર્જન અને રક્તદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દાહોદના આદિવાસી છાત્રાલયને રાહી ફાઉન્ડેશનની ભેટ:50 બાળકો માટે ભોજન, કપડાં, ગાદલાં અને રમકડાંનું વિતરણ કરાયું
    Next Article
    પાલનપુરમાં હેલ્પ્સ ફાઉન્ડેશનનું વિનામૂલ્યે શિક્ષણ અભિયાન:જરૂરિયાતમંદ બાળકોને વેકેશનમાં જ્ઞાન, આત્મવિશ્વાસ વધારવા મદદરૂપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment