Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝેરી દવા દેશી-દારૂમાં ભેળવીને પીવડાવી દીધી, રાજકોટ બેના મોતમાં ઘટસ્ફોટ:આરોપીએ પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ કર્યો, મૃતકે પોલીસને જીણા ભગતનું ઘર બતાવ્યાની અદાવતમાં ખૂની ખેલ

    1 week ago

    રાજકોટની ભગીરથ સોસાયટીમાં એક 50 વર્ષના આધેડ અને તેના 43 વર્ષના મિત્રએ દેશી દારૂ પીધા બાદ બંને ઘટનાસ્‍થળે જ મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.જેમાં મૃતક આધેડના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે ભગીરથ સોસાયટીમાં જ રહેતાં જીણા ભગત નામના શખ્સે તેના પિતા સાથે મનદુઃખ માટે ઝેરી પદાર્થ ભેળવી દારૂ પીવડાવી પિતા અને પિતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇ પોલીસે બન્નેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડીને મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જેમની સામે આક્ષેપ છે તે જીણા ભગતને સકંજામાં લઇ સઘન પુછતાછ હાથ ધરી હતી. જેમાં અગાઉ મૃતક મનસુખભાઈએ પોલીસને જીણાનું ઘર બતાવ્યાનો ખાર રાખી દેશી દારૂ મંગાવી તેમાં માંકડ મારવાની દવા ભેળવી તેની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. આ દરમિયાન આરોપીએ ગઈકાલે રાત્રીના પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે પોલીસે અલગથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હાલ આરોપી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંને મિત્ર બેભાન મળ્યા હતા, હોસ્પિટલ ખસેડાતા મોત જાહેર રાજકોટ નજીક નવાગામ રહેતાં મનસુખભાઇ રણછોડભાઇ ડાભી (ઉ.વ.50) રવિવારે(18 મે) રાત્રે 8.45 વાગ્‍યે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી 10માં આવેલા પોતાના વડીલોપાર્જીત જુના મકાને હતાં, ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિ તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતાં આ ઉપરાંત તેની સાથે જ આ સ્‍થળે તેના મિત્ર અલ્‍પેશભાઇ રાઘવજીભાઇ સાબરીયા (ઉ.વ.43) પણ બેભાન મળી આવતા તેને પણ હોસ્‍પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેનું પણ મોત નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. મૃતક મનસુખભાઇ ડાભીના વડીલોપાર્જીત જુના મકાનને પાડીને નવુ બનાવવાનું કામ ચાલુ કરવાનું હોઇ જેથી તે આ મકાને હતાં જ્યાંથી બંને મિત્રો બાજુ બાજુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતાં. બંનેના મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ કરાવાયું પરિવારજનોએ પ્રાથમિક તપાસ કરતાં દેશી દારૂની એક ખાલી કોથળી અને એક કોથળીમાં થોડો દારૂ વધ્‍યો હતો. તે મળી આવતાં પોલીસને જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ સ્ટેશન PI જી.આર.ચૌહાણ, PSI જે.આર.સોલંકી સહિતની ટીમે હોસ્‍પિટલ અને ઘટના સ્‍થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક રીતે દેશી દારૂ પીધા બાદ બંનેની તબીયત બગડતાં બંને ઢળી પડયા હતાં અને મોત નિપજ્યાનું સામે આવતા પોલીસે બંનેના મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક અલ્‍પેશ આરોપી સાથે તેના માણસ તરીકે કામ કરતો મૃતક મનસુખભાઇ ડાભી બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં, તેને સંતાનમાં પાંચ દીકરા છે. મનસુખભાઇ યાર્ડમાં તેમજ ઇમિટેશનની છુટક મજૂરી કરતાં હતાં. જ્‍યારે તેની સાથે મોત થનાર અલ્‍પેશ રાઘવજીભાઇ સાબરીયા ચાર ભાઇમાં નાનો અને કુંવારો હતો. તે છુટક મજુરી કરતો હતો અને ભગીરથ સોસાયટીમાં જ્‍યાં ઘટના બની તેની પાછલી શેરીમાં જ રહેતાં અને દારૂ-જૂગારની પ્રવૃતિમાં સામેલ જીણા ભગત ગોહિલની સાથે તેના માણસ તરીકે કામ કરતો હતો. દેશી દારૂની એક ખાલી કોથળી અને એક થોડો દારૂ ભરેલી કોથળી મળી આવી હતી મૃતક મનસુખભાઇના મોટા દિકરા વિનય ડાભીએ ફરિયાદ કરતા જણાવ્‍યું હતું કે, મારા પિતા મનસુખભાઇ અને તેના મિત્ર અલ્‍પેશભાઇને દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવીને તે પીવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હાલમાં અમારા જે ઘરનું રીનોવનેશ કરવાનું છે ત્‍યાં મારા પિતા કેટલાક દિવસથી રહેતાં હતાં. ગઈકાલે રાતે 9.10 વાગ્યે મને તેમણે ફોન કરીને કડીયા ક્‍યારથી આવવાના છે? એવુ પુછતાં મેં તેમને કાલથી જ આવી જશે અને કામ ચાલુ થઇ જશે તેમ વાત કરી હતી. આ પછી રાતે 9.38 વાગ્યે મારો નાનો ભાઇ નિલેષ મારા પિતાને સંત કબીર રોડ ભગીરથ સોસાયટીના અમારા આ જુના મકાને ટીફીન આપવા ગયો ત્‍યારે મારા પિતાને તેણે બેભાન જોયા હતાં અને તેમનો મિત્ર અલ્‍પેશભાઇ પણ તેમનાથી દસેક ડગલા દૂર બેભાન પડેલો જોવા મળતાં તુરત જ નિલેષે મને જાણ કરતાં અમે બધા તાત્‍કાલીક ત્‍યાં પહોંચ્‍યા હતાં જ્યાં તપાસ કરતાં ત્‍યાંથી દેશી દારૂની એક ખાલી કોથળી અને એક થોડો દારૂ ભરેલી કોથળી મળી આવતાં અમે પોલીસને જાણ કરી હતી અને 108 બોલાવી મારા પિતા અને અલ્‍પેશભાઇને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં પરંતુ અહિ તેમને તબિબે મૃત જાહેર કર્યા હતા. પોલીસને જીણા ભગતનું ઘર બતાવ્યાની અદાવતમાં ખૂની ખેલ વિનય ડાભીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ઘટના બની ત્‍યાં અમારા ઘરની પાછળની શેરીમાં જીણા ભગત કરીને એક શખસ રહે છે તે દેશી દારૂ વેંચે છે અને વરલીના આંકડા પણ રમાડે છે. થોડા મહિના પહેલા પોલીસે મારા પિતાને આવીને પૂછયુ કે વરલીનો જુગાર કોણ રમાડે છે ત્‍યારે મારા પિતાએ પોતાને ખબર નથી પણ પાછળની શેરીમાં કોઇ રમાડે છે તેવી વાત કરી હતી. આ કારણે જીણાને મારા પિતા સાથે મનદુઃખ સર્જાયુ હતું. વળી અમારુ આ મકાન પણ જીણાને લેવુ હોઇ અમે હાલમાં રિનોવેશન કરાવતાં હતાં તે જીણાને ગમ્‍યું ન હતું જેથી તેણે પોતાના જ માણસ એવા અલ્‍પેશભાઇ કે જે મારા પિતાના પણ મિત્ર હતાં તેની સાથે દેશી દારૂની કોથળીઓ મોકલી હતી. જે બંનેએ પીધા બાદ બંનેના મોત થયા હતાં. આરોપીએ પોલીસ સ્ટેશનમાં આપઘાતનો પ્રયાસ કર્યો જેથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન ગઈકાલે રાત્રીના આરોપી જીણા ભગત ગોહિલએ પોળ પર દબાણ લાવવા પોતે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની કોશિશ કરતા પોલીસ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી તેના વિરુદ્ધ અલગથી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નોર્વેમાં મહિલા પત્રકારે સવાલ પૂછ્યો, મોદીએ ચૂપચાપ ચાલતી પકડી!:રાહુલે કહ્યું- આનાથી દેશની છબી કેવી બનશે? દુનિયાના સવાલોથી PM ભાગી રહ્યા, નોર્વેના પત્રકારનો વીડિયો શેર કર્યો
    Next Article
    260 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત શરૂ:ગૃહિણીથી લઈ ડોક્ટર સુધી, મહિલાઓ હવે પાલિકાની સત્તા સંભાળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment