Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું- ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો:લોકોના જીવનું રક્ષણ કરવું તે જરૂરી; જે પણ અધિકારી નિર્દેશનું ઉલ્લંઘન કરે તેની સામે અવમાનનો કેસ કરો

    1 week ago

    સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતા કૂતરાઓ સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અરજીઓમાં એવો નિર્દેશ માંગવામાં આવ્યો હતો કે હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, સ્કૂલો વગેરે જેવા જાહેર સ્થળોએથી પકડાયેલા કૂતરાઓને નસબંધી (વેક્સિનેશન) પછી તે જ વિસ્તારમાં પાછા છોડવામાં ન આવે. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે કહ્યું કે નુકસાનને ફક્ત આંકડાઓમાં માપી શકાય નહીં. 22 ઓગસ્ટ અને 7 નવેમ્બરના રોજ જારી કરાયેલા નિર્દેશો છતાં, રેકોર્ડ પરના દસ્તાવેજો પરથી સ્પષ્ટ નથી કે તે નિર્દેશોનો જમીની સ્તરે સંપૂર્ણ અમલ કરવામાં આવ્યો છે કે નહીં. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે એકલા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જ એક મહિનાની અંદર 1,084 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં તેમના ચહેરા પર ગંભીર ઊંડા ઘાનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 200,000 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. 29 જાન્યુઆરી: કોર્ટે કહ્યું- અમારી વાતને મજાકમાં ન સમજો. છેલ્લી સુનાવણી 29 જાન્યુઆરીએ થઈ હતી, જેમાં બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ દરમિયાન રાજ્યો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ દલીલો રજૂ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે રખડતા કૂતરાઓના કોઈ હુમલામાં ઈજા કે મૃત્યુ થાય છે, તો નગરપાલિકાની સાથે ડોગ ફીડર્સની જવાબદારી પણ નક્કી કરી શકાય છે. કોર્ટે કહ્યું હતું કે અમારી ટિપ્પણીઓને મજાક સમજવી ખોટું હશે. અમે ગંભીર છીએ. કોર્ટ જવાબદારી નક્કી કરવામાં પાછી પાની નહીં કરે કારણ કે વર્તમાન વ્યવસ્થામાં તંત્રની નિષ્ફળતા સામે આવી છે. કોર્ટે ગયા વર્ષે પોતે ધ્યાનમાં લીધું હતું આ મામલો 28 જુલાઈ 2025 ના રોજ શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટે દેશમાં રખડતા કૂતરાઓના હુમલાઓ અને તેમનાથી થતા મૃત્યુ પર પોતે ધ્યાનમાં લીધું હતું. 11 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટે દિલ્હી-NCR માંથી 8 અઠવાડિયાની અંદર તમામ રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આના વિરોધ થતાં 22 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટે પોતાના આદેશમાં ફેરફાર કર્યો. કોર્ટે કહ્યું કે જે કૂતરાઓમાં રેબીઝ નથી અને જે આક્રમક નથી, તેમને નસબંધી અને રસીકરણ પછી તે જ વિસ્તારમાં છોડી શકાય છે, જ્યાંથી તેમને પકડવામાં આવ્યા હતા. પાછળથી કેસનો વ્યાપ સમગ્ર દેશમાં વધારવામાં આવ્યો. 7 નવેમ્બર 2025ના રોજ કોર્ટે વચગાળાના આદેશમાં રાજ્યો અને NHAIને હાઈવે, હોસ્પિટલ, શાળા અને અન્ય સંસ્થાઓની આસપાસથી રખડતા પશુઓને હટાવવા જણાવ્યું હતું. કેસમાં થયેલી છેલ્લી 8 સુનાવણી... 29 જાન્યુઆરી 2026: જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું હતું કે કોર્ટ ખાનગી પક્ષોની દલીલો પૂરી કરીને આજે જ સુનાવણી સમાપ્ત કરવા માંગે છે. આ પછી રાજ્યોને એક દિવસનો સમય આપવામાં આવશે. 9 જાન્યુઆરી, 2026: એક્ટ્રેસ શર્મિલા ટાગોરના વકીલે કહ્યું કે, બધા કૂતરા આક્રમક નથી હોતા. દિલ્હી AIIMSમાં ગોલ્ડી નામનો એક કૂતરો છે, જે વર્ષોથી ત્યાં છે પરંતુ તેણે ક્યારેય કોઈને કરડ્યો નથી. આ વાત પર કોર્ટે ટાગોરના વકીલને ફટકાર લગાવતા કહ્યું હતું કે, આવા કૂતરાઓને સારા બતાવવાની કે મહાન સાબિત કરવાની કોશિશ ન કરો. 8 જાન્યુઆરી, 2026: જસ્ટિસ નાથે કહ્યું હતું કે કૂતરાં માણસોનો ડર ઓળખી લે છે એટલે કરડે છે. આના પર એક વકીલે (કૂતરાંના પક્ષવાળા) ઇનકાર કર્યો. પછી જસ્ટિસે કહ્યું- તમારું માથું ન હલાવો, આ વાત હું મારા પર્સનલ અનુભવથી કહી રહ્યો છું. 7 નવેમ્બર 2025: કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો વગેરેમાંથી રખડતા કૂતરાઓને હટાવવાનો નિર્દેશ જારી કર્યો. આદેશમાં કહેવામાં આવ્યું કે સ્થળોએથી હટાવવામાં આવેલા કૂતરાઓને ફરી ત્યાં પાછા છોડવામાં ન આવે. 3 નવેમ્બર 2025: મુખ્ય સચિવોને વ્યક્તિગત રીતે બોલાવવા માટે કહ્યું. જ્યારે બિહારના મુખ્ય સચિવે ચૂંટણીના કારણે છૂટ માંગી, ત્યારે કોર્ટે આ મંજૂરી આપી નહીં. કહ્યું કે ચૂંટણીમાં તમારી ભૂમિકા વિશેષ નથી, તેથી તમારે હાજર રહેવું જ પડશે. 27 ઑક્ટોબર 2025: રાજ્યોને ફટકાર લગાવી. કહ્યું કે રખડતા કૂતરા કરડવાની વધતી ઘટનાઓથી દેશની છબીને નુકસાન થાય છે. 22 ઑગસ્ટ 2025: પહેલાના આદેશમાં ફેરફાર કર્યો. નસબંધી-રસીકરણ પછી તેમને પાછા તેમના વિસ્તારમાં છોડવાનું કહ્યું. સાર્વજનિક સ્થળોએ નિર્દિષ્ટ ફીડિંગ-ઝોન જાહેર કરવા. 11–14 ઑગસ્ટ 2025: કોર્ટે પહેલીવાર કૂતરાઓને રસ્તાઓ પરથી ઉઠાવીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતથી નોકરી છોડી, દિલ્હીમાં વોચમેન બન્યો!:રૂપિયા ડબલ કરવા રસ્તા પર કોથમીર વેચી, ચા-બિસ્કિટ પર દિવસો કાઢી આજે બોલિવૂડ પર નવાઝુદ્દીનનું રાજ
    Next Article
    વેબ સિરીઝને ટક્કર મારતી સુરેન્દ્રનગરની મર્ડર મિસ્ટ્રી:પતિ-સંતાનોને છોડી મહિલા જેઠ સાથે ભાગી, તેના જ મિત્ર સાથે પ્રેમ સંબંધ બાંધ્યા; પ્રેમી સાથે મળી જેઠનું જ ઢીમ ઢાળી દીધું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment