Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતથી નોકરી છોડી, દિલ્હીમાં વોચમેન બન્યો!:રૂપિયા ડબલ કરવા રસ્તા પર કોથમીર વેચી, ચા-બિસ્કિટ પર દિવસો કાઢી આજે બોલિવૂડ પર નવાઝુદ્દીનનું રાજ

    1 सप्ताह पहले

    ઉત્તર પ્રદેશના બુઢાનામાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે 17 વર્ષના થયા ત્યારે તેના ગામના એક ઘરમાં ટીવી આવ્યું. એક દિવસ નવાઝની નજર પડોશમાં રહેતી એક છોકરી પર પડી. પહેલી નજરમાં જ તેને તે છોકરી સાથે પ્રેમ થઈ ગયો. તે છોકરી રોજ ટીવી જોવા તે ઘરમાં જતી, તો પાછળ-પાછળ નવાઝ પણ ત્યાં જવા લાગ્યો. બંને કલાકો સુધી તે ઘરમાં બેસતા અને ઘણી વખત નજરો ટકરાતી. એક દિવસ નવાઝુદ્દીને હિંમત કરીને છોકરીનો હાથ પકડી લીધો અને કહ્યું- ટીવી ના જો, મને જો. છોકરીએ જવાબ આપ્યો- હું તો ટીવી જ જોઈશ. આના પર નવાઝુદ્દીન સિદ્દીકીએ ગુસ્સામાં કહ્યું- જોજે, એક દિવસ હું પણ ટીવી પર આવીશ. નવાઝને ગુસ્સો કરતા જોઈ, છોકરી તેમનો હાથ ઝટકીને ત્યાંથી ચાલી ગઈ. તેણે પણ એક ક્ષણ માટે ચોક્કસ વિચાર્યું હશે કે એક નાના ગામનો શ્યામળો, સામાન્ય ચહેરાવાળો પાતળો છોકરો હીરો બનશે? કેટલાક વર્ષો પછી નવાઝુદ્દીને પોતાની કહેલી વાત સાચી કરી બતાવી. આ તેની લગન, સંઘર્ષ અને કાબિલિયતથી શક્ય બન્યું, જેને નવાઝુદ્દીને વર્ષો-વર્ષ નિખારી. આ સફરમાં નવાઝુદ્દીન ક્યારેક વોચમેન બન્યો, તો ક્યારેક 100 રૂપિયાનું નુકસાન થવાથી 19 કિલોમીટર પગપાળા ચાલ્યો. ક્યારેક ત્રણ સમય ચા-બિસ્કિટ પર ગુજારો કર્યો, તો ક્યારેક સ્ટુડિયોમાંથી અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવ્યો. ક્યારેક ટીવી પર વેઈટર બન્યો, ચોર બન્યો, તો ક્યારેક ગુંડો, પરંતુ પછી હુનરના દમ પર તેની ગણતરી બોલિવૂડના સૌથી શ્રેષ્ઠ એક્ટર્સમાં થવા લાગી. તેના કહેલા ડાયલોગ- બાપ કા, દાદા કા, ભાઈ કા સબકા બદલા લેગા તેરા ફૈઝલ…., આખિર ચાહિયે ક્યા ઓરત કો…., મેં 15 મિનિટ તક અપની સાંસ રોક સકતા હૂં, મૌત કો છૂ કે ટક સે વાપસ આ સકતા હૂં…, આજે પણ ચાહકોની જીભ પર રટેલા રહે છે. કારણ છે તેનું હુનર, કહેવાની સ્ટાઈલ અને દમદાર એક્ટિંગ. આજે નવાઝુદ્દીન સિદ્દીકી 52 વર્ષનો થઈ ગયો છે. તેના જન્મદિવસના ખાસ અવસર પર જાણો તેની જિંદગી સાથે જોડાયેલા મજેદાર કિસ્સા, જે તેની શખ્સિયતને નજીકથી સમજવાની તક આપે છે- કિસ્સો- 1 ચીફ કેમિસ્ટની નોકરી છોડી, પછી વોચમેન બનવા માટે માતાના દાગીના ગીરે મૂક્યા 19 મે 1974 નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ ઉત્તર પ્રદેશના બુઢાણા (મુઝફ્ફરનગર)માં જમીનદારના ઘરે થયો હતો. પ્રી-મેચ્યોર નવાઝ 8 ભાઈ-બહેનોમાં સૌથી મોટો હતો. ઘરના લોકો ખેતી કરતા હતા, પરંતુ નવાઝુદ્દીનને ભણવામાં રસ હતો. 10 વર્ષની ઉંમરે પિતાએ તેને અખાડામાં મોકલ્યો, પરંતુ વારંવાર માર પડતાં તેણે તેને ચાલુ રાખવાનો ઇનકાર કરી દીધો. પ્રાથમિક શિક્ષણ ગામમાંથી થયું અને પછી પિતાએ તેની રુચિને માન આપીને તેમને કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કરવા માટે હરિદ્વારની ગુરુકુલ કાંગડી યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યો. અભ્યાસ પછી તેની વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં ચીફ કેમિસ્ટની નોકરી લાગી ગઈ. નવાઝ પોતાના પરિવારમાં એકમાત્ર હતો, જેણે ગ્રેજ્યુએશન કર્યું હતું. એક મહિનામાં જ નવાઝ આ કામથી કંટાળી ગયો અને નવી નોકરીની શોધમાં દિલ્હી જવા નીકળી પડ્યો. એક દિવસ મંડી હાઉસમાં મિત્રનું નાટક જોવા ગયેલા નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતે પણ એક્ટિંગ કરવાનો નિર્ણય કરી લીધો. તેને અહેસાસ થયો કે આ જ એવું કામ છે, જેને કરીને તે ક્યારેય કંટાળી શકે નહીં. તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માં એડમિશન લેવા માટે એક પ્લે ગ્રુપ જોઈન કરી લીધું. એડમિશન માટે સ્ટુડન્ટ માટે 10 નાટક કરવા ફરજિયાત હતા. નાટકના દિવસોમાં ગુજારો કરવો મુશ્કેલ થવા લાગ્યો. એક દિવસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનની બહાર બનેલા સુલભ શૌચાલયમાં પેશાબ કરતી વખતે નવાઝુદ્દીન સિદ્દીકીની નજર સામે ચોંટાડેલા પેમ્ફલેટ પર પડી. લખ્યું હતું, 500 સિક્યોરિટી ગાર્ડ, 300 વોચમેન જોઈએ છે. તે કંપનીની શાહદરા ઓફિસે પહોંચ્યો તો કહેવામાં આવ્યું કે નોકરી મળી જશે, પરંતુ 5 હજાર સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે. નવાઝુદ્દીને હા પાડી દીધી. તે ગામ ગયો, માતાના સોનાના દાગીના ગીરે મૂકીને પૈસા લાવ્યો, જેની ડિપોઝિટથી તેને નોઇડાની એક રમકડા બનાવતી કંપનીમાં વોચમેનની નોકરી મળી ગઈ. કિસ્સો- 2 તડકામાં બેહોશ થયો, તો માલિકે કહ્યું- આ મરેલા માણસને કોણે કામ આપ્યું નવાઝુદ્દીન સિદ્દીકી સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વોચમેનની નોકરી કરતો અને સાંજે સીધો મંડી હાઉસ પહોંચીને નાટક કરતો હતો. દોઢ વર્ષ સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. તે જે ટોય કંપનીમાં કામ કરતો હતો, ત્યાં તેને કડક તડકામાં 8 કલાક ઊભા રહેવું પડતું હતું, છાંયડા માટે કોઈ જગ્યા જ નહોતી, ઉપરથી નવાઝ એકદમ પાતળો હતો. થોડી વારમાં જ તડકા અને થાકને કારણે તે ગેટના ખૂણામાં બેસી જતો હતો. કમનસીબે જેવો તે બેસતો, કે તરત જ તેનો માલિક આવી જતો. 5-6 વાર આવું જ થયું. એક દિવસ તે તડકામાં ઊભા-ઊભા બેહોશ થઈ ગયો. ત્યારે જ ત્યાં માલિક પહોંચી ગયા. બીજા દિવસે તેણે બૂમો પાડતા કહ્યું- આ મરેલા માણસને કોણે કામ પર રાખ્યો છે. કોણ લઈને આવ્યું છે, કાઢો આને. નવાઝુદ્દીને જ્યારે ડિપોઝિટ પાછી માંગી, તો જવાબ મળ્યો- ‘પડ્યા તમે, ભૂલ તમારી, તો અમે પૈસા નહીં આપીએ.’ અને આ રીતે નવાઝના 5000 ડૂબી ગયા. સંઘર્ષના દિવસોમાં તે ઈસ્ટ દિલ્હીના શકરપુરમાં ભાડાના રૂમમાં રહેતો હતો. ત્યારે સ્ટ્રગલ કરી રહેલા એક્ટર-કોમેડિયન વિજય રાઝ તેનો રૂમ પાર્ટનર હતો. રૂમનું ભાડું 150 રૂપિયા હતું, તો બંને 75-75 રૂપિયા આપતા હતા. બંને ત્રણ સમય ચા-બિસ્કિટ ખાઈને ગુજારો કરતા. કેટલાક સમય પછી તેને નાટકોના લીધે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન મળી ગયું. ત્યાં રહેવા અને ખાવાની પણ વ્યવસ્થા આપવામાં આવી. નવાઝુદ્દીનના નાટકોના દિવસોની તસવીરો- કિસ્સો- 3 100 ના 200 કરવા માટે રસ્તા પર કોથમીર વેચી NSD માંથી અભ્યાસ પૂરો કરીને નવાઝુદ્દીન 1999માં બોમ્બે આવી ગયો. એક દિવસ એક મિત્રએ નવાઝુદ્દીન સિદ્દીકીને કહ્યું, 100 રૂપિયાના 200 કરવા છે. નવાઝુદ્દીને તરત જ કહ્યું- હા કરવા છે, પણ કેવી રીતે. જવાબ મળ્યો- કોથમીર વેચીશું. ચાલ સાથે. નવાઝ મિત્ર સાથે લોકલ ટ્રેનથી ગોરેગાંવથી દાદર ગયો. શાકભાજી માર્કેટમાંથી 400 રૂપિયાની જથ્થાબંધ કોથમીર ખરીદી અને ઝૂડીઓ બનાવીને રસ્તા પર ઊભો રહી ગયો. નવાઝ તો ચૂપચાપ ઊભો હતો, પણ મિત્ર જોર-જોરથી બૂમો પાડી રહ્યો હતો- કોથમીર, 10ની એક ઝૂડી. કોઈ ગ્રાહક ન આવ્યું અને એક કલાકમાં કોથમીર કાળી પડી ગઈ. બંને શાકભાજીવાળા પાસે ગયા અને કહ્યું, આ વેચાઈ પણ નહીં અને કાળી પડી ગઈ તે અલગ. દુકાનદારે કહ્યું- અરે આને દર મિનિટે પાણી આપવું પડે છે. આ વખતે નવાઝે ગુસ્સામાં કહ્યું- તો આ વાત પહેલાં કહેવી હતી ને. પૈસા ડબલ થવાને બદલે વધારે ઓછા થઈ ગયા. પૈસા નહોતા તો બંને ટિકિટ વગર દાદરથી ગોરેગાંવ આવ્યા. કિસ્સો- 4 વિજય રાઝ સાથે વજન વધારવાની દવા ખાધી, બોડી બગડી સ્ટ્રગલના દિવસોમાં એક્ટર વિજય રાઝ અને નવાઝુદ્દીન રૂમ પાર્ટનર્સ હતા. રૂમનું ભાડું 150 રૂપિયા હતું, તો બંને 75-75 આપતા હતા. બંને પાતળા હતા. એક દિવસ વજન વધારવા માટે પરેશાન નવાઝુદ્દીનને જોઈને વિજય રાઝે કહ્યું- ‘તું એક કામ કર, હું તને દવા લખી આપું છું, તું તે ખા.’ પોતાની દવાઓ લખી આપી. તેઓ પણ વજન વધારવા માટે એ જ દવા લેતા હતા. એક વાર તેનું વજન ઘણું વધી ગયું, પણ દવા છોડવા પર તે ફરી પાતળો થઈ ગયો. નવાઝુદ્દીને પણ એ જ દવાઓ લીધી. ત્યારે તેનું વજન 50-51 કિલો જ હતું. એક ગોળી ખાતા જ એવી ભૂખ લાગતી હતી કે તે કલાકો સુધી ખાતો રહેતો હતો. દવા લેતા જ 15 દિવસમાં તે 65-67 કિલોનો થઈ ગયો. શરીર એવું બગડ્યું કે તેણે દવા છોડવી પડી અને થોડા જ દિવસોમાં વજન ફરી ઘટી ગયું. કિસ્સો- 5 પૈસા બચાવવા માટે શાકભાજીવાળા સામે અંધ બનવાની એક્ટિંગ કરતો રહ્યો નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટ્રગલના દિવસોમાં પૈસા બચાવવા માટે દરેક સંભવ પ્રયાસ કરતો હતો. તે જ્યાં ભાડે રહેતો હતો, ત્યાં નજીકમાં એક શાકભાજીવાળો હતો. તે રોજ, અંધ હોવાની એક્ટિંગ કરતો-કરતો શાકભાજી ખરીદવા જતો. દયા ખાઈને શાકભાજીવાળો ઓછા પૈસા લેતો. એવું નવાઝે આખા 2 વર્ષ સુધી કર્યું. કિસ્સો- 6 નાટકમાં મનોજ તિવારી રીંછ બનતો, કલાકો સુધી ઝાડ બનીને ઊભો રહેતો નવાઝ થિયેટરના દિવસોમાં મનોજ તિવારી ખૂબ ફેમસ હતો. તેને ફિલ્મ બેન્ડિટ ક્વીન મળી હતી. ત્યારે જ નવાઝુદ્દીન સિદ્દીકી અને વિજય રાઝને તેની સાથે એક નાટક મળ્યું. મનોજ તેમાં રીંછ બન્યો હતો અને નવાઝુદ્દીન સિદ્દીકીને રોલ મળ્યો હતો ઝાડનો. રીંછ બનેલો મનોજ જાણીજોઈને, ઝાડ પાસે આવીને શરીર ઘસતો અને ખંજવાળવાની એક્ટિંગ કરતો હતો. નાટકના ચક્કરમાં નવાઝુદ્દીન સિદ્દીકીને કલાકો સુધી ઝાડ બનીને ઊભા રહેવું પડતું હતું. કિસ્સો- 7 મિત્ર ગાયબ થયો તો સંજોગોવશાત ફિલ્મ સરફરોશમાં પહેલો રોલ મળ્યો નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઈમાં જે જગ્યાએ રહેતો હતો, ત્યાં તેની જેમ સ્ટ્રગલ કરી રહેલા ઘણા લોકો રહેતા હતા. તેની બાજુના રૂમમાં એક છોકરો હતો, જેનું નામ હતું નિર્મલ દાસ. નવાઝુદ્દીન તેનો સારો મિત્ર હતો. નિર્મલ દાસની તે સમયે ફિલ્મ સરફરોશમાં આતંકવાદીનો રોલ ભજવવા માટે વાતચીત ચાલી રહી હતી, પરંતુ જે દિવસે કાસ્ટિંગવાળા તેને શોધતા આવ્યા, તે પોતાના રૂમમાં જ નહોતો. નવાઝુદ્દીન સિદ્દીકી ત્યાં જ નજીકમાં ટહેલી રહ્યો હતો. નિર્મલ દાસ ન મળ્યો તો, કાસ્ટિંગવાળાએ નવાઝુદ્દીનને રોકીને પૂછ્યું કે શું તું એક ફિલ્મ માટે ઓડિશન આપીશ. નવાઝુદ્દીન, જે આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તે ના કેવી રીતે પાડે. તરત જ હા કહી અને પછી ડિરેક્ટર જોન મેથ્યુના ઘરે તેનું ઓડિશન લેવામાં આવ્યું અને તેનું સિલેક્શન થઈ ગયું. ફિલ્મમાં તેણે 1 મિનિટથી પણ ઓછો સમયનો રોલ કર્યો, જેમને આમિર ખાન કસ્ટડીમાં લે છે. ત્યારે તો દરેકે તેને નજરઅંદાજ કરી દીધો, કોઈને તેનું નામ પણ ખબર નહોતું. પરંતુ આજે ફિલ્મ જોઈને દરેક વ્યક્તિ તે સીન જોઈને કહે છે ખરા- જુઓ તે નવાઝુદ્દીન છે. જે નિર્મલ દાસની અચાનક ગુમશુદગીથી નવાઝુદ્દીન સિદ્દીકીને સરફરોશમાં કામ મળ્યું, તે વર્ષો સુધી ગાયબ રહ્યો. કોઈએ તેને જોયો નહીં. પછી વર્ષો પછી ખબર પડી કે તે પાગલ થઈ ચૂક્યો છે. આ જ રીતે નવાઝુદ્દીને 2000માં આવેલી ફિલ્મ જંગલમાં પણ કામ કર્યું હતું, પરંતુ તેના લગભગ તમામ સીન કાપી નાખવામાં આવ્યા હતા. તેને ફિલ્મની ફી નહોતી મળી, તો તે રોજ સેટ પર જઈને જમી આવતો અને ફી વસૂલ કરતો હતો. નવાઝુદ્દીન સિદ્દીકીના પસંદગીના રોલ જુઓ- કિસા- 8 મિત્રોને પોતાની ફિલ્મ બતાવવા પહોંચ્યો, સીન કપાયા, તો ત્યાં જ ઊભો-ઊભો રડી પડ્યો મુંબઈમાં લાંબી જેહમત બાદ નવાઝુદ્દીન સિદ્દીકીને આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં આતંકવાદીનો એક નાનો રોલ મળી ગયો. તેણે વિચારી લીધું કે નાના-નાના રોલ જ મળી જાય, તો તેના રહેવા-ખાવાનો ખર્ચ નીકળતો રહેશે. થોડા જ પૈસા મળ્યા. આ પછી તેને કમલ હાસનની ફિલ્મ હે રામમાં એક સારો રોલ મળ્યો. ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું, તો નવાઝુદ્દીન પોતાના 5 મિત્રોને સાથે લઈ ગયો. તેના માટે મોટો રોલ મળવો મોટી વાત હતી. નવાઝ પહોંચ્યો, ત્યારે ડિરેક્ટર-પ્રોડ્યુસર કમલ હાસન તેની પાસે આવ્યા અને કહ્યું- ‘નવાઝ, તારા મિત્રોને કહી દે કે તારો રોલ કાપી નાખવામાં આવ્યો છે.’ નવાઝ ગભરાઈ ગયો અને કહ્યું- ‘સર, તમે શું વાત કરી રહ્યા છો, હું મારા મિત્રોને લઈને આવ્યો છું. શું કંઈ થઈ ન શકે? તમે એક કામ કરો, અહીં બેઠેલા લોકોને મારા સીન બતાવી દો, પછી ભલે ફિલ્મમાંથી કાઢી નાખજો. પ્લીઝ સર, મારી ખૂબ જ બેઈજ્જતી થઈ જશે.’ કમલ હાસને કહ્યું- ‘ના, આવું ન થઈ શકે, ફિલ્મ કાલે જ રિલીઝ થઈ રહી છે. અમે આવું ન કરી શકીએ, પણ તું મિત્રોને ઈમાનદારીથી કહી દે.’ નવાઝ જેવા જ મિત્રો પાસે પહોંચ્યા, બધા ઉત્સાહિત થઈને પૂછવા લાગ્યા, ‘અરે તારે ડિરેક્ટર સાથે શું વાત થઈ.’ આ સાંભળતા જ નવાઝ રડી પડ્યો. તેણે રડતાં રડતાં મિત્રોને કહ્યું- ‘મારો રોલ કપાઈ ગયો છે. તમે લોકો નક્કી કરો, હવે ફિલ્મ જોવી છે કે નહીં.’ બધાએ નક્કી કર્યું કે આવ્યા છીએ, તો ફિલ્મ જોઈ જ લઈએ. કિસ્સો- 9 ભાડું નહોતું, તો સિનિયરે કુક બનાવીને ઘરમાં જગ્યા આપી નાના-મોટા રોલથી નવાઝુદ્દીનનો ગુજારો મુશ્કેલ થવા લાગ્યો. 2002માં એક સમય એવો આવ્યો, જ્યારે તેની પાસે ભાડાના પૈસા પણ નહોતા. નવાઝુદ્દીને જ્યારે NSD ના સિનિયર્સ પાસે રહેવા માટે જગ્યા માંગી, તો તેમણે શરત રાખી કે મફતમાં રૂમમાં રહેવાની પરવાનગી તો આપી દઈશું, પણ તેના બદલામાં તારે બધા માટે જમવાનું બનાવવું પડશે. નવાઝુદ્દીન માની ગયો અને ઘરનું કામ કરીને ત્યાં જ રહેતો રહ્યો. કિસ્સો-10 ફિલ્મમાં કરી મિત્રની નકલ, પછી મિત્રને જ કામ ન મળ્યું સંઘર્ષના દિવસોમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો ઘનશ્યામ નામનો એક મિત્ર હતો. ઘનશ્યામ તોતડો હતો અને તેની બોડી લેંગ્વેજ પણ ઘણી અલગ હતી. જ્યારે નાના-મોટા કિરોદારો પછી નવાઝુદ્દીનને લંચ બોક્સમાં કામ મળ્યું, તો તેણે ઘનશ્યામની જેમ જ તે ભજવ્યું. જ્યારે લંચ બોક્સ રિલીઝ થઈ, તો નવાઝુદ્દીન અલગ ફ્લેટમાં શિફ્ટ થઈ ચૂક્યો હતો. ફિલ્મ જોયા પછી મિત્રએ મેસેજ કરીને કહ્યું- મેં લંચ બોક્સ જોઈ થેન્ક્યૂ. કેટલાક સમય પછી એવું થયું કે જ્યારે પણ ઘનશ્યામ ઓડિશન આપવા જતો, તો તેને એવું કહીને ના પાડી દેવામાં આવતી કે આ રોલ તો નવાઝુદ્દીન કરીને જતો રહ્યો છે. અને તે મિત્ર રિજેક્શન પછી ચીડાઈને કહેતો, ના, હું ઓરિજિનલ છું, તે મારી કોપી કરે છે. પણ તેની વાત કોઈ માનતું નહોતું અને ભગાડી દેતું હતું. એક નજર નવાઝુદ્દીન સિદ્દીકીના કરિયપ પર-
    Click here to Read More
    Previous Article
    રામાયણની શીખ:મોટા નિર્ણયો લેતી વખતે ગુસ્સો, ડર કે ઉતાવળથી બચવું જોઈએ; શાંત મનથી લીધેલા નિર્ણયો સાચા હોય છે
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- ખતરનાક કૂતરાઓને મોતનું ઇન્જેક્શન આપો:લોકોના જીવનું રક્ષણ કરવું તે જરૂરી; જે પણ અધિકારી નિર્દેશનું ઉલ્લંઘન કરે તેની સામે અવમાનનો કેસ કરો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment