Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયત ઝોનમાં કમિશનરે સમીક્ષા બેઠક કરી:પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરી પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ કરવા નાગરાજનના આદેશ

    1 week ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના હેતુથી સતત વિવિધ ઝોનલ સ્તરે સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ શ્રૃંખલાના ભાગરૂપે આજરોજ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની અધ્યક્ષતામાં લિંબાયત ઝોન ખાતે એક રિવ્યૂ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લિંબાયત ઝોનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઝોનની પ્રગતિ તેમજ વહીવટી બાબતો પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિકાસલક્ષી કામગીરીઓ, આગામી આયોજનો અને નાણાકીય સ્થિતિનું પ્રેઝન્ટેશન બેઠકની શરૂઆતમાં લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા ઝોન વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીઓ, આગામી આયોજનો અને નાણાકીય સ્થિતિને આવરી લેતું એક વિગતવાર પ્રેઝન્ટેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝોનમાં પૂરા થયેલા પ્રોજેક્ટો અને હાલમાં પ્રગતિ હેઠળ હોય તેવા તમામ કાર્યોની સવિસ્તાર માહિતી કમિશનરને આપવામાં આવી હતી. તમામ અગત્યના વિભાગોની કામગીરીની સમીક્ષા કરી મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા લિંબાયત ઝોન હેઠળ આવતા તમામ અગત્યના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને બ્રિજ સેલ, ડ્રેનેજ વિભાગ, હાઇડ્રોલિક (પાણી પુરવઠો), જાહેર આરોગ્ય વિભાગ, રોડ-રસ્તાનું નેટવર્ક, ગાર્ડન વિભાગ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલ, લાઇટ વિભાગ અને ટ્રાફિક વિભાગ સહિતના પાયાના અને મહત્વના વિભાગોની વર્તમાન સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, જાહેર જનતાની સુવિધા માટે બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલ, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો માટેના વાંચનાલયો, બગીચાઓ તેમજ ફિટનેસને પ્રોત્સાહન આપતા યોગ સ્ટુડિયો સહિતના લોકાભિમુખ પ્રોજેક્ટોની પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી. ખાડીઓની સાફ-સફાઈની કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે કમિશનરે તાગ મેળવ્યો ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોય, પ્રિ-મોન્સૂન કામગીરી આ બેઠકનો મુખ્ય એજન્ડા રહી હતી. લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતી અને નાગરિકોની સુરક્ષા સાથે સીધી જોડાયેલી ખાડીઓની સાફ-સફાઈની કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે કમિશનરે તાગ મેળવ્યો હતો. તેમણે ચોમાસા દરમિયાન શહેરીજનોને ભરાતા પાણી કે અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તમામ પ્રિ-મોન્સૂન કામગીરીઓ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. બિનજરૂરી વહીવટી ખર્ચમાં ઘટાડો કરવા માટે સક્રિય પ્રયાસો કરવા કહ્યું બેઠક દરમિયાન વહીવટી અને નાણાકીય શિસ્ત પર વિશેષ ભાર મૂકતા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા ઉપસ્થિત અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ઝોનની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આવકના સ્રોતો વધારવા અને બિનજરૂરી વહીવટી ખર્ચમાં ઘટાડો કરવા માટે સક્રિય પ્રયાસો કરવા જણાવ્યું હતું. નાગરિકોના પરિવહનને સુગમ બનાવવા અને પર્યાવરણ પૂરક સુવિધાઓ વિકસાવવાના ભાગરૂપે સાયકલ ટ્રેકની સુવિધા અર્થે જરૂરી કામગીરી ઝડપથી આગળ ધપાવવા આદેશ કર્યો હતો. વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે ઓનલાઇન સિસ્ટમનો મહત્તમ ઉપયોગ કરી વહીવટી મંજૂરીઓની કામગીરી વહેલી તકે નિપટાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ, ઝોન કચેરીના પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત કરવા માટે પણ તેમણે તાકીદ કરી હતી. ‘કર્મચારીઓએ પરસ્પર સંકલન સાધીને એક ટીમ વર્ક તરીકે કામ કરવાનું રહેશે’ રોડ રસ્તાની ટકાઉક્ષમતા અંગે કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે શહેરમાં થતી વિવિધ રોડની કામગીરી ઉચ્ચ ગુણવત્તાસભર હોવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે 'પ્રોજેક્ટ મોનિટરિંગ સિસ્ટમ' (PMS) મુજબ નિયમિત મોનિટરિંગ કરીને કામગીરીને ઝડપી બનાવવા જણાવાયું હતું. કમિશનરે અંતમાં ઉમેર્યું હતું કે મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓએ પરસ્પર સંકલન સાધીને એક ટીમ વર્ક તરીકે કામ કરવાનું રહેશે, જેથી કરીને સુરતના નાગરિકોની સુખાકારી અને સુવિધામાં સતત વધારો કરી શકાય. આ સમીક્ષા બેઠકમાં લિંબાયત ઝોનના ટેકનિકલ, નોન-ટેકનિકલ તેમજ જાહેર આરોગ્ય વિભાગના તમામ નાના-મોટા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    IGI Airport:IGI एयरपोर्ट पर सुरक्षा को लेकर मॉक ड्रिल | Indira Gandhi
    Next Article
    અમદાવાદ મ્યુ. કમિશનરે 4 અધિકારીને સસ્પેન્ડ કર્યા:સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામોમાં ગેરરીતિ મામલે કંપની સામે FIRના આદેશ, કોન્ટ્રાક્ટરો પર પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment